ઝેરી જીવડું કરડી ગયું
વાંકાનેર: વીજ ચોરીના વધતી ફરિયાદો બાદ મોરબી પીજીવીસીએલની ટીમ એક્શનમાં આવી હતી. પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી હેઠળના મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર, ટંકારા તથા સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના વિસ્તારોમાં 23 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી ત્રણ દિવસ વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. પીજીવીસીએલની આ કામગીરીમાં પોલીસ, એસઆરપી, આર્મી દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી હતી.
જેમાં મોરબી, અંજાર, જામનગર તથા ભુજ તેમજ બીજા જિલ્લાઓમાંથી અલગ અલગ ટીમોએ વીજ ચેકિંગની કામગીરી કરી હતી. સ્થાનિક પીજીવીસીએલની ટીમો સાથે રહી કૂલ 1632 વીજ કનેક્શનો ચેક કર્યા હતા જેમાંથી 189 કનેક્શનોમાં ગેરરીતિ કે પાવર ચોરી થતી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં રહેણાંક કનેક્શનોમાં 64.33 લાખ, વાણીજ્ય કનેક્શનોમાં 26.94 લાખ અને ખેતીવાડી કનેક્શનોમાં 5.40 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ કૂલ 96 લાખ 67 હજારની વીજ ચોરી પીજીવીસીએલની ટીમે ઝડપી પાડી ગેરરીતિનાં બીલો આપવામાં આવ્યા હતા.
વાંકાનેર તાલુકામાં ઢુવા નજીક આવેલ માટેલ રોડ ઉપર રહેતા રમેશભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ નામના ૪૭ વર્ષીય યુવાનને કોઈ ઝેરી જીવડું કરડી ગયું હતું જેથી ઢુવા ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.