મોરબી વર્તુળ કચેરી દ્વારા વીજ ચેકિંગની કામગીરી આજે વાંકાનેર વિભાગીય કચેરી હેઠળનાં વાંકાનેર તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવી હતી ત્યારે રહેણાંક, મરઘા ઉછેર કેન્દ્ર, અન્ય વાણીજ્ય હેતુના વિજ જોડાણોમા વીજ ચોરીનું પ્રમાણ વધારે સામે આવ્યું હતું અને કુલ મળીને ૧૨ કનેકશનમાંથી ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાયેલ છે અને હજુ પણ વીજ ચેકિંગ ચાલુ જ રાખવામા આવશે
મોરબીન જીલ્લામાં જામનગર, ભુજ, અંજાર તથા મોરબી જીલ્લાની વિવિધ વિજીલન્સ ટીમોને સામેલ કરી વીજ ચેકિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૭ ટીમો દ્વારા રહેણાંકનાં ૨૭ વીજ જોડાણોમાંથી ૪ કનેક્શનમાંથી વીજ ચોરી સામે આવી છે જેથી ૧.૦૫ લાખના બિલ આપેલ છે તો વાણીજ્ય હેતુના ૫૧ વીજ જોડાણો ચેક કરતા ૮ મા ગેરરીતી સામે આવી હતી જેથી કરીને ૨૦.૬૦ લાખનાં બિલ આપ્યા હતા આમ કુલ મળીને ૧૨ કનેક્શનમાંથી ૨૧.૬૫ લાખની વીજ ચોરી પકડાયેલ છે.