કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પલાંસડી શાળામાં ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગો વિશે વક્તૃત્વ સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા માધ્યમિક શાળામાં ડેન્ગ્યુ માસ ઉજવણી અંતર્ગત આયોજન

વાંકાનેર: તા:૩૧/૦૭/૨૦૨૫ના રોજ પ્રા.આ.કે. દલડી હેઠળના પલાંસડી ગામે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પી.એચ.સી. વિસ્તારમાં જોવા મળતા ડેન્ગ્યુ, ચિકનગુનિયા તેમજ મેલેરીયા રોગ વિશે સ્પીચ આપી હતી. આ સ્પર્ધામા ધરજીયા રવિ બીજલભાઇએ પ્રથમ ક્રમાંક, પારજીયા દિશા ભીખાભાઇએ દ્રિતિય ક્રમાંક તેમજ વાઘેલા તન્વી રાજેશભાઇએ તૃતિય ક્રમાંક મેળવ્યો હતો. પ્રથમ ક્રમાંકને ફોલ્ડર ફાઇલ અને રાઇટીંગ પેડ, દ્રિતિય ક્રમાંકને પાણીની બોટલ અને રાઇટીંગ પેડ તૃતિય ક્રમાંકને રાઇટીંગ પેડ તેમજ ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.

આ તબક્કે પ્રા.આ.કે. – દલડીના મેલ હેલ્થ સુપરવાઇઝર શ્રી કાળુભાઇ આંતરેશા દ્વારા મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગો, પર્સનલ હાઇજીન, સમતોલ આહાર, ક્લાઇમેટ ચેન્જ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામા આવી હતી.

MPHW ભાઇઓ દિનેશભાઇ ધોરીયા, સંજયભાઇ ડેંગળા અને પ્રતિપાલસિહ પરમાર દ્વારા ગપ્પી ફિશ અને પોરા પ્રદર્શન કરવામા આવ્યુ હતુ. શાળાના શિક્ષકોશ્રી બીપીનભાઇ ચોપડા અને અયનુલભાઇ ખોરજીયા દ્વારા આ કાર્યક્રમમાં ખુબ સારો સહકાર આપવામા આવેલ હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!