કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાટિયા સોસાયટીમાંથી 1 લાખનો 'વિદેશી' મળ્યો

લુણસરીયા ફાટક પાસેથી બાઈક પરથી ‘ઈંગ્લીશ’ પકડાયો

ઢુવા ખાતે વરલીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: તાલુકાના લુણસરીયા ફાટક પાસેથી એક શખ્સને ઈંગ્લીશ દારૂની બોટલ સાથે તથા ઢુવામાં રોડ ઉપર વરલીના આંકડા લખતા એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે….

જાણવા મળ્યા મુજબ લુણસરીયા ફાટક પાસે થાનગઢથી વાંકાનેર તરફ આવતા લાલપર તા: મોરબીના શીવાભાઈ લાભુભાઈ ચૌહાણ પ્લસર મોટર સાયકલ રજી.નંબર -GJ-06-KS-3214 કી.રૂ.૨૦,૦૦૦/- વાળા સાથે એક ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવેલ

જે બોટલની કિં.રૂ.૧૩૦૦/- વાળી વેચાણ કરવાના ઈરાદે કુલ મુદ્દામાલ કી.રૂ.૨૧,૩૦૦/- સાથે મળી આવતા ગુન્હો પ્રોહી એક્ટ કલમ-૬૫, ૬૫એ, ૧૧૬-બી, ૯૮(૨) મુજબ દાખલ થયો છે…કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ. વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી…ઢુવા ખાતે વરલીના આંકડા લખતા પકડાયો
વાંકાનેર તાલુકના નવા ઢુવા ગ્રાઉન્ડ પાસે રહેતા દલસુખભાઇ સોમાભાઇ જખાનીયા (ઉ.20) બોફો સીરામીક સામે રોડ પર જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાડતા રોકડા રૂ.૨૭૦/-ના મુદ્દામાલ સાથે મળી આવી આવતા ગુન્હો જુગારધારા કલમ ૧૨અ મુજબ દાખલ થયો છે કાર્યવાહી વાંકાનેર તાલુકા પોસ્ટેના અનાર્મ પો.કોન્સ બ્રીજેશભાઈ જૈસગભાઈ બોરીચા દ્વારા કરવામાં આવી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!