બગીચામાંથી ૬૪ બોટલો કિંમત રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ કબ્જે
વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા અગાભી ગામની કડા તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢા પાસે બનાવેલ બગીચામાંથી પોલીસ ખાતાએ વિદેશી દારૂની બોટલો નંગ-૬૪ કિ રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે અને ત્રણ જણાએ ભાગમાં દારૂ મંગાવેલ હોવાનું ખુલતા ત્રણ જણા સામે કાર્યવાહી કરવામાં આવેલ છે…
જાણવા મળ્યા મુજબ આરોપીએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પીપળીયા અગાભી ગામની કડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાની કબ્જા ભોગવટા વાળી વાડીમાં મગ તથા કપાસનું વાવેતર કરેલ છે અને શેઢા પર બગીચો બનાવેલ છે, જેમાં પ્લાસટીકના બાચકાઓમાં 
ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલપેક કુલ બોટલો નંગ-૬૪ કિ રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ રાખી રેઈડ દરમ્યાન હાજર મળી આવી તેમજ આ કામના આરોપી નંબર (૨) તથા (૩) નાઓ સ્થળ પર હાજ૨ નહી મળી આવી તમામ આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાને મદદગારી કરતા ગુન્હો પ્રોહી. એક્ટ કલમ ૬૫ (એ)(ઇ), ૧૧૬(બી), ૮૧ મુજબ દાખલ કરેલ છે
આરોપી તરીકે નીચે મુજબના ત્રણ નામ છે…
(1) ઓમદેવસિંહ ઉર્ફે ઉપાભાઈ ગણપતસિંહ જાડેજા (ઉ.32)
(2) પ્રકાશભાઈ રાજેશભાઈ ઉકેડીયા
(3) પરવેજભાઈ અશરફભાઈ કાદરી
રહેવાસી ત્રણેય પીપળીયા અગાભી
કાર્યવાહી વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પો.કોન્સ. અજયસિંહ અનિરૂધ્ધસિંહ ઝાલા, પોલીસ ઇન્સ. શ્રી બી.વી.પટેલ સાહેબ તથા એ.એસ.આઈ. ક્રિપાલસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી હતી…
