વાંકાનેર: ગાયત્રી મંદિર રોડ ભંગારના ડેલા પાસે મફતીયાપરાના નાકા પાસે ઈંગ્લીશ દારૂની બોટલો વેચવા ઉભેલ એક શખ્સને પોલીસ ખાતાએ પકડેલ છે, દારૂ આપનારનું નામ ખુલતા બે શખ્સો સામે ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે બદન ઉપર આછા સફેદ કલરનો લાઇનીંગ વાળો શર્ટ તથા કાળા કલરનુ પેન્ટ પહેરેલ શખ્સ એક પ્લાસ્ટીકના થેલામા બીયર લઈને વેચાણ અર્થે ગાયત્રી મંદિર રોડ ભંગારના ડેલા પાસે મફતીયાપરાના નાકા પાસે ઉભેલ છે.
આથી રેઇડ કરી આરોગ્યનગર ગાયત્રી મંદિર સામે રહેતા સંજય ધીરુભાઈ કૂણપરાને બીયર ટીન નંગ-૦૭ કુલ કિ.રૂ.૭૮૦/-ના મુદામાલ સાથે પકડેલ છે. પોલીસ પૂછપરછમાં આ બિયર આરોગ્યનગરના કુલદીપસિંહ ઉર્ફે ટીકો ધર્મેન્દ્રસિંહ ઝાલાએ સંજયને આપેલ, તેવી હકીકત ખુલતા આરોપીઓએ એકબીજા સાથે મદદગારી કરવા સબબ ગુન્હો પ્રોહી. એક્ટ કલમ-૬૫ એ, ૮૧, ૧૧૬-બી, મુજબ નોંધી આગળની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસના પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ, પો.હેડ કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા દ્વારા કરવામાં આવી છે…..