રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ કબજે
વાંકાનેર: તાલુકાના હોલમઢ ગામની સીમમાં મોરબી એલસીબીએ એક વાડીમાં વાઢેલી લીલી જારના પુળા નીચે સંતાડી રાખેલ રૂ.૫.૨૭ લાખનો બિયર અને દારૂનો જથ્થો પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે…
મળેલ માહતી મુજબ મોરબી એલસીબીને બાતમી મળેલ કે બચુભાઈ પોપટભાઈ બોળીયા રહે. હોલમઢ તા.વાંકાનેર વાળા હોલમઢ ગામે જાલીડા જવાના જુના કાચા રસ્તે આવેલ પોતાની વાડીમાં લીલી વાઢેલ જારના પુળા નીચે ઈગ્લીશ દારૂ બીયરનો જથ્થો સંતાડી રાખી તેનું વેચાણ કરે છે. તેવી ચોકકસ હકિકત આધારે રેઈડ કરતા બેગપાઈપર ડીલક્ષ વ્હીસ્કીની બોટલો નંગ-૫૬૪ કિંમત રૂ. ૩,૩૮,૪૦૦/- તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ટીન નંગ-૧૫૧૨ કિંમત રૂ.૧,૮૯,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૫,૨૭,૪૦૦/- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે….
બચુભાઈ પોપટભાઈ બોળીયા સ્થળ ઉપરથી મળી આવ્યા ન હોય તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી.પંડયા, વી.એન.પરમાર, પીએસઆઈ બી.ડી.ભટ્ટ તથા એલ.સી.બી./ પેરોલ-ફર્લો સ્કવોડનો સ્ટાફ રોકાયેલ હતો…