વાંકાનેર બાઉન્ડરી પાસે એક કરોડનો મુદામાલ જપ્ત
વાંકાનેર: એલસીબી મોરબીના સ્ટાફે વાંકાનેર બાઉન્ડરી પાસે બાતમીના આધારે નીકળેલ એક ટ્રકને પકડેલ જેમાં મગફળીના ભુસાની બોરીઓમાં ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો છુપાવેલ મળી આવ્યો છે, ટ્રક ચાલક રાજસ્થાનનો છે, જે જૂનાગઢ જતો હતો, દારૂ પંજાબ ભટિંડાથી આગળ પઠાણકોટ ચોકડીથી રોડ નીચે ખેતરમાંથી રવાના કર્યો હતો, એલસીબી મોરબીના સ્ટાફે ત્રણ શખ્સો સામે ગુન્હો નોંધી મુદામાલ જપ્ત કરેલ છે…
જાણવા મળ્યા મુજબ ટ્રક ચાલક સતારામ ફુસારામ જેશા રામજી ખોથ રહે. જાયડું ગામ, બાડમેર રાજસ્થાન વાળાએ પોતાના હવાલાવાળી ટાટા ટ્રક ટ્રેઇલર નંબર- RJ14-GG-5205 વાળીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો મગફળીના ભુસાની બોરીઓની આડમાં સંતાડી વેચાણ અર્થે રાખી હેરાફેરી કરી ફ્લોર મીલની તથા ફૂડ પ્રોડકટની ખોટી બીલ્ટીઓ, ઇ-વેબીલ, તથા ઇનવોઇસ બીલ બનાવી રજુ કરી આ બીલ્ટીઓ ખોટા હોવાનુ જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી રાજય સેવકને ગેરમાર્ગે દોરી
ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની કાચની કંપની શીલપેક નાની-મોટી કુલ બોટલો નંગ-૧૪૦૪૦ કિ.રૂ.૬૭, ૬૯,૯૨૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ.૫,૫૦૦/- રોકડા રૂપી યા-૨૫૦૦/- તથા ટ્રક ટ્રેઇલર ગાડી કી.રૂ.૩૫,૦૦,૦૦૦/- તથા મગફળીના ભુસાની બોરીઓ નંગ-૧૫૦ મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૭૭,૯૨૦/-ના મુદામાલ સાથે આરોપી ચાલક હાજર મળી આવી , આરોપી નં-૦૨ કિશોર સારણ રહે. ખડીર ગામ, બાડમેર રાજસ્થાન વાળાએ ટ્રક ટ્રેઇલરમાં ઇંગ્લીશદારૂનો જથ્થો મોકલી તથા આરોપી નં-૦૩ અજાણ્યા નાએ
ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી આરોપી નંબર-૧ ઉપરોક્ત મુદામાલ સાથે હાજર મળી આવી તથા આરોપી નં-૦૨,૦૩ હાજર નહી મળી આવી તે મજ તપાસમાં ખુલે તેણે સદરહુ ટ્રક ટ્રેઇલરમાં ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવાનુ જાણવા છતા ગે.કા. ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો બહારના રાજયમાંથી આયાત કરી ગુજરાતમાં ઘુસાડી ગુન્હો-પ્રોહી.એકટ ક-૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧, ૮૩,૯૮(૨) તથા બી.એન.એસ.ની કલમ -૩૩૬(૨),૩૩૬(૩), ૩૩૮ ,૩૪૦(૨),૬૧(૨) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…