કુલ કિ. રૂ. ૬૨,૭૮૦/- નો મુદામાલ કબ્જે
વાંકાનેર: સરતાનપર રોડ પરની એક સિરામિકના લેબર કોલોનીમાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂ મળી આવતા એક વ્યક્તિ સામે કાર્યવાહી કરેલ છે, દારૂનો જથ્થો આપનાર અન્ય શખ્સને પણ આરોપી બનાવાયો છે…
જાણવા મળ્યા મુજબ મૂળ યુ.પી. ના હાલ સરતાનપર રોડ પર કમાન્ડર સીરામીકના લેબર કોલોનીમાં ક્વાટર નંબર એ-૦૮ માં રહેતા રાકેશભાઈ માનીકચંદ યાદવની ઓરડીમાં વિદેશી દારૂની બોટ લો નંગ-૨૯, કિ રૂ.૩૭, ૫૦૦/-તેમજ 
બીયરના ટીન નંગ-૧૪૪ કિ રૂ.૨૦,૨૮૦/- તથા વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ. રૂ.૫૦૦૦/- ગણી કુલ કિ રૂ. ૬૨,૭૮૦/- ના મુદામાલ સાથે મળીએ આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે, ઈંગ્લીશ દારૂ/ બીયરનો જથ્થો આપનાર 
પ્રવિણભાઈ શીવાભાઈ જોગરાજીયા સ્થળ પર હાજર મળી આવેલ નથી, ગુન્હામાં એક બીજાને મદદગારી કરવા અને પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ)(ઈ), ૧૧૬(બી), ૮૧ મુજબ નોંધાયેલ છે….
