ભીમગુડાનો યુવાન છરી સાથે ઝડપાયો
યુવાન નશો કરી બાઈક ચલાવતા પકડાયો
વાંકાનેર: શકિતપરા હસનપર ખાતે રહેતા શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ, મા. યાર્ડ પાસે રહેતો યુવાન નશો કરી બાઈક ચલાવતા અને ભીમગુડાનો યુવાન છરી રાખી નીકળતા પોલીસ ખાતાએ ગુન્હો નોંધેલ છે….જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના શકિતપરા હસનપર ખાતે રહેતા ગૌતમભાઈ નાનજીભાઇ ધામેચા (ઉ.47) પાસેથી નર્સરી ચોકડી નજીકથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજામા ભારતીય બનાવટના પરપ્રાતિય કંપનીના શીલપેક ઇંગલીશ દારૂના ચપલા નંગ-૦૫ કિંમત રૂ.૭૫૦/-નો મુદ્દામાલ વેચાણ કરવાના આશયથી રાખી રેઈડ દરમ્યાન મળી આવતા ગુન્હો પ્રોહિ. એકટ કલમ-૬૫ એ, એ ૧૧૬-બી, મુજબ નોંધાયો છે…
નશો કરી બાઈક ચલાવતા
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ચંદ્રપુર પાસે રહેતા અમરભાઈ ભુપતભાઈ સિંધવ/ સરાણિયા (ઉ. 30) પોતાના હવાલાવાળુ સુઝુકી એક્સેસ જેના રજી.નં-GJ-36-AK-6190 જેની કી.રૂ., ૨૫૦૦૦/- વાળુ રસાલા રોડ લીમડા ચોક પાસે જાહેર રોડ ઉપર પાસ, પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમા સર્પાકાર રીતે ડ્રાઈવીંગ લાયસન્સ વગર ચલાવી મળી આવતા ગુન્હો એમ.વી.એકટ કલમ. ૧૮૫, ૩-૧૮૧ તથા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ નોંધાયો છે…ભીમગુડાનો યુવાન છરી રાખી નીકળતા
વાંકાનેર તાલુકાના ભીમગુડા ચોરા પાસે પેલી શેરીમા રહેતા વિજયભાઈ રમેશભાઈ સરાવાડીયા જાતે કોળી (ઉ.29) સરતાનપર રોડ ચોકડી પાસે ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી રાખી નીકળી મળી આવતા મ્હે. જીલ્લા મેજી. સા. મોરબીનાઓના હથીયાર બંધી જાહેરનામા નં.જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/૨૫૦૩/૨૦૨૫ તા.૨૬/૦૩/૨૦૨૫ નો ભંગ અને ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭૧, ૧૩૫ મુજબ નોંધાયો છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો