મોરબી, થાન, કેરાળા અને હરસિધ્ધી હોટલની બાજુમાં રહેતા આરોપી
વાંકાનેર: અહીં હાઇવે હરસિધ્ધિ હોટેલ પાસેથી ચાર આરોપીઓએ એકબીજા સાથે મેલ મિલાપીપણુ કરી મારૂતી સ્વીફટ કાર, મારૂતી ઇકો કાર ટોચન કરી ઇકો કારમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૦૯,૩૫૦ /-નો કબ્જે કરવામાં આવેલ છે, એક આરોપી હાજર મળી આવેલ નથી….

જાણવા મળ્યા મુજબ ચાર આરોપીઓએ એકબીજા સાથે મેલ મિલાપીપણુ કરી આરોપી નં.(૧) થી (૩) નાએ પોતાના કબ્જા ભોગવટા વાળી મારૂતી સ્વીફટ કાર રજી નં.GJ 36-AP-5729 વાળી સાથે મારૂતી ઇકો કાર રજી નં.GJ-36-AF-3235 ટોચન કરી ઇકો કારમા ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની જુદી જુદી ચાર બ્રાન્ડની નાની મોટી કુલ-૪૭૨ બોટલ કિ.રૂ.૩,૯૬, ૮૫૦/- તથા અન્ય મુદા માલ મારૂતી સ્વીફટ કાર રજી નં,GJ36-AP-5729 કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- તથા મારૂતી ઇકો કાર રજી નં.GJ-36-A F-3235 કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૪ કિ.રૂ. ૧૨,૫૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૧૧,૦૯,૩૫૦ /-નો વેચાણ કરવાના આશયથી વાહનમા રાખી હેરફેર કરી મળી આવતા તથા આરોપી નં.(૪) નાએ આ વિદેશી દારૂ નો જથ્થો ભરી આપી મોકલી હાજર નહી મળી આવી ગુન્હો પ્રોહી એકટ કલમ-૬૫ એઇ, ૧૧૬૧૧૬બી, ૮૧,૯૮(૨) મુજબ નોંધાયો છે આરોપીઓના નામ નીચે મુજબ છે….

(1) દિપાલ મુકેશભાઈ સંખેસરીયા રહે. વાંકાનેર હરસિધ્ધી હોટલની બાજુમાં
(2) બાદલ રસીકભાઇ કાંજીયા રહે. મોરબી લાભનગર બે ધરમપુર રોડ
(3) ઈન્દ્રજીત રાજુભાઈ ગોસ્વામી રહે. કેરાળા, તા. વાંકાનેર
(4) હરદીપભાઈ કાઠી રહે. થાન મફતીયાપરા
