વાંકાનેર: અહીંના ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં અને આરોગ્યનગરમાં રહેતા બે આરોપીઓને પોલીસખાતાએ ઈંગ્લીશ દારૂ વેચવાના ગુન્હા સબબ પકડેલ છે.
બાતમીના આધારે અહીં ગાયત્રીમંદીરની સામે મફતીયાપરામાં રહેતા ચેતનભાઈ ધીરજલાલ કુણપરા (ઉ.વ.૩૭) વાળાના ઘરના બાથરૂમમાથી ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૨૧ (કિમત રૂ. ૭૮૭૫) તથા બીજી બ્રાન્ડની બોટલો નંગ-૦૬ (કિંમત રૂ.૩૧૨૦) ગણી તપાસ અર્થે પોલીસ સ્ટાફે કબ્જે કરેલ છે. પોતાના નંબર વગરના એક્ટીવા મોટરસાઈકલ પણ (કિંમત રૂ.૩૦,૦૦૦) કબ્જે કરેલ છે.
આમ ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૨૭ કિંમત રૂ.૧૦૯૯૫/- તથા ઈંગ્લીશદારૂની હેરાફેરીમા ઉપયોગમા લીધેલ એક્ટીવા મોટરસાઈકલ કી.રૂ.૩૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કી.રૂ.૪૦૯૯૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. બીજા આરોપી તરીકે કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નં-૦૪ હોવાનું જાણવા મળેલ છે.
બંન્ને સામે પ્રોહી કલમ-૬૫૬૫એ.ઈ, ૧૧૬(બી), ૮૧ મુજબનો ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે. દરોડો વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ. બ.નં-૬૭૨ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ પોલીસ કોન્સ., પો.હેડ.કોન્સ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, પો.કોન્સ ધર્મરાજ ભાઈ પ્રવિણભાઈ કીડીયા તથા જનકભાઈ વલ્લભભાઈ ચાવડા દ્વારા પાડવામાં આવેલ હતો.