કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લિંબાળાની ધાર પાસેથી ઇંગ્લિશ દારૂ ઝડપાયો

બંધ હાલતમાં રહેલી કેબિનના ચંદ્રપુરના શખ્સની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે બંધ હાલતમાં રહેલી કેબિનમાંથી 72 બોટલ વિદેશી દારૂ અને 11 ટીન બિયર સાથે એક શખ્સને ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે લીંબાળાની ધાર પાસે રોડ ઉપર એક બંધ હાલતની કેબીનમા ચંદ્રપુરનો ઇમરાનભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ નામનો ઇસમ ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઈગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે જગ્યાએ રેઈડ કરતા મેકડોવેલ્સ નં.1 ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-72 કી.રૂ. 27000 તથા કિંગફિશર બિયરના ટીન નંગ-11 કી.રૂ. 1100/- મળી કુલ રૂ. 28100ના મુદ્દામાલ સાથે શખ્સ મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહી ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.પી.ગોલ, પો.હેડ.કોન્સ યશપાલસિંહ પરમાર, હરપાલસિંહ પરમાર, પો.કોન્સ કૃષ્ણરાજસિંહ ઝાલા, ધર્મરાજભાઈ ગઢવી, દિવ્યરાજસિંહ ઝાલા, એ.એસ આઇ. ભુપતસિંહ પરમાર રોકાયેલ હતા. 

Content Copying Forbidden !!

error: Content is protected !!