કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જીનપરામાંથી રૂ. ૧૧,૫૦૦/-નો ઈંગ્લીશ દારૂ પકડાયો

જીનપરામાંથી રૂ. ૧૧,૫૦૦/-નો ઈંગ્લીશ દારૂ પકડાયો

વર્લીફીચરના આંકડા લખતા બે પકડાયા

વાંકાનેર: જીનપરા શેરી નં-૧૨ રહેતા એક શખ્સના મકાનમાંથી ઇંગલીશ દારૂ ૧૧,૫૦૦/-નો પકડાયો છે. ઉપરાંત પેરોલફર્લો સ્કોડ મોરબીના સ્ટાફે (1) નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે રહેતા અને (2) મીલપ્લોટ સરકારી ગોદામ પાસે રહેતા શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પકડયા છે…

જાણવા મળ્યા મુજબ જીનપરા શેરી નં-૧૨ વાંકાનેરમાં રહેતા અમીતભાઇ ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકીના રહેણાંકના મકાનમાંથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબજા ભોગવટા વાળા મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાતિય કંપનીની શીલપેક ઇંગલીશ દારૂની બોટલ નંગ-૦૧ કી.રૂ.૧૩૦૦/-નો તથા ઇંગલીશ દારૂના ચપલા નંગ-૬૦ કી.રૂ.૧૦,૨૦૦/-મળી કુલ ૧૧,૫૦૦/-નો મુદામાલ મળી આવતા ગુન્હો પ્રોહિ એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬-બી, મુજબ નોંધાયો છે
કાર્યવાહી વાંકાનેર સીટી પો. સ્ટેશનના પો.કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા ઝાલા, પોલીસ હેઙ.કોન્સ ધર્મેન્દ્રભાઇ અંબારામભાઈ વાધડીયા, વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા, વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા વુમન પોલીસ કોન્સ કોમલબેન વિનાભાઇ વિગેરે સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી…વાંકાનેરવાસીઓ માટે એક વિશ્વસનીય નામ: આનંદ ઇન્વેસ્ટમેન્ટ

ખેતરની સુરક્ષા હવે બની રહી છે આસાનવર્લીફીચરના આંકડા લખતા બે પકડાયા
વાંકાનેર નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે રહેતા ધર્મેન્દ્ર વાઘજીભાઇ મેશરીયા
જાહેરમાં હસનપર થાન રોડ જાલી ચોકડી દશામાંના મંદિર પાસેથી વર્લીફીચરના આંકડા લખી જુગાર રમી રમાડતા રોકડ રૂ.૧૩૦૦/- ના મુદામાલ સાથે પકડાતા જુગારધારા કલમ ૧૨-અ મુજબ નોંધાયો છે કાર્યવાહી પેરોલફર્લો સ્કોડ મોરબીના એ.એસ.આઈ. ઇશ્વરભાઇ મેલાભાઈ કલોતરા દ્વારા કરવામાં આવી હતી…MRP થી નીચી કીંમતે વસ્તુઓ મળે ખરી?

બીજા બનાવમાં વાંકાનેર મીલપ્લોટ સરકારી ગોદામ પાસે રહેતા નીતીન મનસુખભાઈ ધરજીયા હસનપર થાન રોડ થાન ચોકડી પાસે વર્લીફીચરના આંકડા લખતા રોકડ રૂ. ૧૬૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા કલમ ૧૨-અ મુજબ નોંધાયો છે કાર્યવાહી પેરોલફર્લો સ્કોડ મોરબીના પો.હેડ કોન્સ ભરતભાઈ ઘેલાભાઇ જીલરીયા દ્વારા કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!