છરી સાથે મળી આવતા અને ટ્રાફિક નિયમના ઉલ્લંઘનની પોલીસ કાર્યવાહી
વાંકાનેર: અહીં મિલપ્લોટ ફાટક પાસેની સ્વપ્નલોક સોસાયટીમાં રહેતા એક ઈસમ પાસેથી ઈંગ્લીશ કુલ રૂ. ૬૦૦૦/- મળી આવતા ગુન્હો નોધાયો છે, અન્ય ત્રણ ધારદાર છરીઓ રાખી નીકળી મળી આવતા અને અન્ય ત્રણ સામે ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ પોલીસ કાર્યવાહી થઇ છે…

વાંકાનેર નવાપરા પુલના છેડે મરચાવાળાની બાજુમાં ઉભેલા અને સ્વપ્નલોક સોસાયટી મિલપ્લોટ ફાટક પાસે રહેતા રમેશભાઈ રઘુભાઈ કુકાવા (ઉ.45) પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૩ જેની કિ.રૂ-૩૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની કુટી નંગ-૧૨ કિ, રૂ.૨૪૦૦/- કુલ રૂ. ૬૦૦૦/- ના પ્રોહી. મુદામાલ સાથે વેચાણ કરવાના આશયથી રાખી પોલીસ ખાતાની રેઈડ દરમ્યાન હાજર મળી આવતા ગુન્હો- પ્રોહી.એકટ કલમ- ૬૫(એ)(એ), ૧૧૬૧૧૬બી, મુજબ નોધાયો છે….

છરી સાથે મળી આવતા
(1) હાલ સરતાન૫ર તાલુકો: વાંકાનેર રહેતા મુળ ગામ ઢેઢુકી તા: વિંછીયા વિભાભાઈ સવજીભાઈ જખાણીયા (ઉ.50) સરતાન૫ર રોડ પર પેન્ટના નેફામાં એક ધારદાર છરી રાખી નીકળી મળી આવતા (2) જામસરના મહેશ લાભુભાઈ દેલવાડીયા માટેલ રોડ સર્કલ પાસે અને (3) હાલ સરતાન૫ર તાલુકો: વાંકાનેર રહેતા મુળ ગામ અકાળા તા: ચોટીલા વિનોદ જોરૂભાઈ ચાડમીયા (ઉ.20) સરતાન૫ર ચોકડી પેન્ટના નેફામાં એક ધારદાર છરી રાખી નીકળી મળી આવતા ત્રણેય પર ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭-૧,૧૩૧૩૫ અને મહે. જીલ્લા મેજી. સા. મોરબીના હથીયારબંધી જાહેરનામા નં.જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/૨૮૨૨૧૬/૨૦૨૫ તા.૨૫/૧૧/૨૦૨૫ નો ભંગ સબબ ગુન્હો નોંધાયો છે…

ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ:
(1) વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામના નારણભાઈ બચુભાઈ કાંજીયા (ઉ.21) પોતાનાં હવાલા વાળુ ડમ્પર ટ્રક રજી. નં. GJ-36-V-5875 ઢુવા ચોકડી પાસે માટેલ રોડ પર પુરઝડપે અને ગફલતભરી રીતે રોંગસાઇડમાં ચલાવી પોતાની તથા બીજા માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા મળી આવતા ગુન્હો ભારતિય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧ તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધાયો છે (2) મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામના અજયભાઈ અશોકભાઇ પરમાર (ઉ.23) પોતાનાં હવાલા વાળી ટ્રક ડમ્પર રજી, નં, GJ-3 6-X-0119 વાળી ઢુવા ચોકડી પાસે પાર્કીંગ બહાર રોડ પર ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે રોડની વચ્ચોવચ રાખતા ગુન્હો બી.એન.એસ. કલમ ૨૮૫ મુજબ નોંધાયો છે (3) વાંકાનેર તાલુકાના ઢુવા ગામના હરેશભાઈ કલજીભાઈ સાપરા (ઉ.24) ચોકડી પાસે પોતાના હવાલા વાળી ટાટા ઇન્ટ્રા જેના રજી. નંબર GJ-13-AX-5468 ટ્રાફીકને તથા આમ જનતાને આવવા જવામાં અડચણરૂપર થાય તે રીતે રાખી મળી આવતા ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ નીકલમ ૨૮૫ મુજબ નોંધાયો છે
