વાંકાનેર: સીટી સ્ટેશન રોડ નાલા પાસે એક ઈસમ શંકાસ્પદ જોવામાં આવતા પોલીસ સ્ટાફે રોકી ચેક કરતા તેના નેફામાંથી એક કાચની ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે…


જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી સ્ટેશન રોડ નાલા પાસે જીગ્નેશભાઈ ધનશ્યામભાઈ મકવાણા જાતે મોચી (ઉવ.૨૩) ધંધો. મજુરી રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળાને ઈંગ્લીશ દારૂની કાચની બોટલ કી.રૂ.૧૩૦૦/- ગણી કબ્જે કરેલ છે અને


પ્રોહી. કલમ-૬૫૬૫એ. એ, ૧૧૬(બી) મુજબનો ગુન્હો નોંધેલ છે. કાર્યવાહી વાંકાનેર સીટી પો.સ્ટે.ના હેડ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા પો. કોન્સ હિતેન્દ્રસિંહ મનુભા દ્વારા કરવામાં આવી હતી…
