લાકડધારથી વિદેશી ‘ઈંગ્લીશ’ બોટલો સાથે ઝડપાયા
વાંકાનેર: અમદાવાદ રાજકોટ હાઇવે રોડ વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે રોડ ઉપર થી ટ્રકમાં સોડા બોટલોની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂ/બિયર જેમાં ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે બે આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે…
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, અમદાવાદ તરફથી એક બંધ બોડીની ટ્રક નંબર- UP21BN-8121 વાળી રાજકોટ તરફ નીકળનાર છે. જે ટ્રકમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમીના આધારે બાતમીવાળી ટ્રકને કોર્ડન કરી રોકી ચેક કરતા ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૮૯૬ 
કિ.રૂ. ૪૦,૪૦,૪૦૦/- તથા બિયર ટીન નંગ- ૧૧૪૩૬ કિ.રૂ. ૨૦,૬૦,૬૪૦/- મળી કુલ કિ.રૂ. ૬૧,૦૧,૦૪૦/- નો જથ્થો તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૮૮,૧૧,૦૪૦/-ના મુદામાલ સાથે આરોપી નૌસાદ આબીદભાઇ અફસરભાઇ તુર્ક (ઉવ.૫૦) તથા કુંવરપાલ મહેશ યાદવ (ઉ.વ.૩૪) રહે. ઉત્તરપ્રદેશવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ મોકલનાર 
ભાઈ જાન નામના શખ્સનુ નામ ખુલતા ત્રણે ઈસમો વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
લાકડધારથી વિદેશી ‘ઈંગ્લીશ’ બોટલો સાથે એક ઝડપાયો
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન વાંકાનેરના તાલુકાના લાકડધાર ગામની સીમમાં તળાવ પાસે પાવર હાઉસ સામે ખરાબમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૫૨ કિં રૂ. ૬૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ચેતનભાઈ મનસુખભાઇ અણીયારીયા (ઉ.વ.૨૨) રહે. લાકડધાર ગામ તા. વાંકાનેરવાળાને ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ રામદેવસિંહ રહે. રાયસંગપરવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે…
જ્યારે બીજા દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવાથી લાકડધાર જવાના રસ્તે સદભાવના કારખાના નજીકથી આરોપી અરવિંદ બાબુભાઇ અણિયારિયા રહે. લાકડધાર વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 2800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…

