વાંકાનેર: તાલુકાના સરધારકા ગામેથી પોલીસ ખાતાએ દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડીને એક શખ્સ સામે કાયદેસર કાર્યવાહી કરી છે….
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ સરધારકા બી.પી.એલ સોસાયટીમાં રહેતા ચેતનભાઈ અશોકભાઈ વાટુકીયા (ઉ.24) એ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની 8 પી.એમ સ્પેશયલ રેર વ્હીસ્કી, ૩૭૫ એમ.એલ. ની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કાચની કંપની શીલપેક ઇંગ્લીશ દારૂની બોટલ
નંગ-૧૧ કિ રૂ. ૩૦૯૧/-ની પોતાના રહેણાક મકાનની બહાર આવેલ કબ્જા ભોગવટા વાળા વાડામાંથી લાકડાના ઢગલાની નીચે રાખી મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫ (એ), ૧૧૬(બી) મુજબ નોંધાયો છે…