પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: પોલીસે ખોજાખાના શેરીમાંથી એક શખ્સને વરલી મટકાના આંકડા લખતા અને માટેલમાંથી એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂ મળી આવતા પકડેલ છે.
પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ વાંકાનેર ખોજાખાના શેરીમાં રહેતા અસરફભાઈ કરીમભાઈ રફાઈ જાતે-ફકીર (ઉ.વ.૨૩) વાળાને વર્લી ફીચરના “કલ્યાણ બં” ના આંકડા લખતા પકડી પડેલ છે અને તેની પાસેથી રોકડા રૂ.૬૫૦/-ના મુદ્દામાલ કબ્જે કરી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહીમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના કોન્સ. ધર્મરાજભાઈ પ્રવિણભાઈ કીડીયા, પોલીસ કોન્સ. જનકભાઈ વલ્લભભાઈ ચાવડા તથા દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.
બીજા બનાવમાં ઢુવા-માટેલ રોડ પર આવેલ ગાયત્રી ચેમ્બર પાસે શંકરભાઈ બાલાભાઈ કટોસણા (ઉ.વ.૩૪) રહે. હાલ-માટેલ, પંચમુખી રેસીડન્ટ, મકાન નં.૪ મુળ ગામ-મદારગઢ તા.સાયલા વાળાના હાથમાં રહેલ થેલીમાં ચેક કરતા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૦પ કિંમત રૂપિયા 1925 નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ કાર્યવાહીમાં એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા, એ.એસ.આઇ. ચમનભાઈ ચાવડા, પો.કોન્સ. વીજયભાઈ ડાંગર, સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનેથી
દેશી દારૂ:
ઢુવા -માટેલ રોડ સેગા સિરામિક પાસે ખુલા પટમાં રહેતા સુખાભાઈ મેરજીભાઈ ઉધરેજા પાસેથી દેશી દારૂ 48 કોથળી મળી આવ્યો.
પીધેલ:
લુણસરના રસિક લાલજીભાઈ સાપરા પીધેલ પકડાયા…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો