રોડ ઉપર ભંગાર વાળાના દબાણનો સર્વે અને તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો
મોરબી: શોભેશ્વર રોડ ઉપર આવેલ એસટી કચેરીના સભાખંડમાં ગઈ કાલે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની હાજરીમાં મોરબી જિલ્લાના એસપી રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ખાસ કરીને છેલ્લે મળેલ સંકલન સમિતિની બેઠકમાં રોડ રસ્તા અને સરકારી ખરાબાઓમાં કરવામાં આવેલા ભંગારના ડેલા વાળાઓના દબાણ હટાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને જે કોઈ જગ્યા ઉપર
સરકારી ખરાબમાં, ગોચરની જગ્યામાં કે રોડ રસ્તા ઉપર ભંગાર વાળાના કે અન્ય દબાણ હોય તે અંગેનો સર્વે કરીને તે તમામને હટાવવા અને કોઈપણ જગ્યાએ દબાણ કરેલ હોય તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવા માટેની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી અનેખાસ કરીને મોરબી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો ધારાસભ્યો તરફથી એસપી સહિતના અધિકારીઓને કરવામાં આવ્યા હતા…