રિક્ષાચાલકો દંડાયા/દારૂ સાથે મહિલા ઝડપાઇ/પીધેલ પકડાયા
વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 15 નવેમ્બર થી 31 ડિસેમ્બર સુધી પ્રવેશબંધી
મોરબી : પોલીસ અધિક્ષક, મોરબીના અધિકારી-કર્મચારીઓની ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી 15 નવેમ્બર થી 31 ડિસેમ્બર સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
જાહેરનામાં અનુસાર મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ (સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે) આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં 15 નવેમ્બર થી 31ડિસેમ્બર સુધી જાહેર જનતાને પ્રવેશવું નહીં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે.
રિક્ષાચાલકો દંડાયા
(1) ઢુવા ચોકડી પાસે તીથવાના સિરાજ રફીક શેખ રીક્ષા નં. GJ-36-U-6413 વાળા પુરઝડપે રીક્ષા ચલાવતા અને (2) તીથવા ગામના પાટિયા પાસે તીથવાના સિરાજ રફીક શેખ રીક્ષા નં. GJ-36-U-6413 રામાભાઇ ધારાભાઈ ફાંગલીયા રહે. તીથવા વાળા રોડની વચ્ચોવચ્ચ રીક્ષા ઉભી રાખતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.
દારૂ સાથે મહિલા ઝડપાઇ
ઢુવા પાસે બોફો સીરામીક સામે રહેતી નીરુબેન ઘનસીયામભાઈ મંદુરીયા પાસેથી 10 કોથળી દેશી દારૂ મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.
પીધેલ પકડાયા
જીનપરા રામજી મંદિર પાસે રહેતા જનક પરસોતમ બાવળીયાને નશો કરેલ હાલતમાં પકડી પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરી છે.