યુવાન 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ફરવા ગયો હતો
રાજકોટ: રાજકોટ સિવિલમાં કુલ 10 દર્દીઓ સારવાર હેઠળ છે, તેમાંથી બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. 18 વર્ષના યુવાનમાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. હાલ યુવાનને રાજકોટ સિવિલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.
યુવકની તપાસ કરતા સામે આવ્યું છે કે આ યુવાન વાંકાનેરનો રહેવાસી છે અને જે 20 દિવસ અગાઉ દ્વારકા અને તરણેતર ગયો હતો.
ચાંદીપુરા વાયરસને લઈને હાલ સિવિલમાં ખાસ વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. 18 વર્ષના યુવાનની હાલ સારવાર ચાલી રહી છે.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં શનિવારે શંકાસ્પદ ચાંદીપુરાથી વઘુ
ચાર બાળકોના મૃત્યુ થયા છે. આ સાથે જ ચાંદીપુરાથી કુલ મરણાંક હવે 52 થઇ ગયો છે. રાજકોટમાં 8 દર્દીઓમાં શંકાસ્પદ વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા.