દર્શનાર્થે ભાવીકોનો ધસારો:1111 દીપ સાથે મહાઆરતી યોજાઈ
પંડાલમાં દાદાની પારે રૂપિયા ધરાવવાની મનાઈ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે
વાંકાનેર શહેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સંચાલીત ગણેશ ઉત્સવ સમીતીના માર્કેટશોક કા રાજા જે શહેરના સૌથી મોટા પંડાલમાં ગણેશભકત ભાઈઓ-બહેનોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. માર્કેટ ચોક કા રાજા પંડાલમાં દરરોજ અવનવા કાર્યક્રમો પણ નિહાળવા મળી રહ્યો છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો રાસ ગરબા, માલધારી ભાઈઓ દ્વારા હુડો રાસ, તલવાર રાસ, નાના બાળકો દ્વારા નૃત્ય સહીતનો દરરોજ વિવિધ કાર્યક્રમો જોવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ગણેશ ઉત્સવ સમીતી દ્વારા ગણેશજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા જીનપરા ચોક ખાતે આવેલ વિશ્વકર્મા મંદિર ખાતેથી નિકળી હતી જેમાં શહેરના વિવિધ પંડાલોના ચાલીસથી પણ વધુ પંડાલોના ગણેશજીની પ્રતિમા લઈ જોડાયા હતા. શોભાયાત્રામાં જોડાયેલ તમામ પંડાલોના આયોજકોને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રોકડ પુરષ્કાર આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં.
ગત વર્ષે ગણેશ ભકતો દ્વારા રાખવામાં આવેલ માનતા આ વર્ષે ઘણા ભકતજનો પુરી કરવા ત્યારે ઘસારો જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત માર્કેટશોક કા રાજા પંડાલના વિશાળ સ્ટેજ પર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના પ્રતિ દરરોજ આઠ પરિવારો ગણેશજીની મહાપુજાનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં એક માત્ર વિરપુરમાં પુજય જલારામ ધામમાં એક પણ રૂપિઓ ધરાવવાની મનાઈ છે,
તે જ રીતે આ માર્કેટચોક કા રાજાના પંડાલમાં પણ દાદાની પારે રૂપિયા ધરાવવાની મનાઈ કરતા બેર્નરો લગાવવામાં આવ્યા છે.
માર્કેટચોક કા રાજાના પંડાલમાં અંતિમ ચરણમાં દરરોજ અવનવા કાર્યક્રમો ભારે જમાવટ કરી રહ્યા છે. પંડાલમાં 1111 દીપ સાથે મહાઆરતી યોજાઈ હતી.તેમજ દરરોજ રાસગરબા જમાવટ કરી રહ્યા છે.
આજે બુધવારના રોજ પાલીકા સંચાલીત મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા વિશાળ સ્ટેજ પર રાસ રજુ કરશે, તેમ ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.પંડાલમાં આજની મહાપુજામાં જસદણ સિરામીક ગ્રુપના એમ.ડી.પ્રજ્ઞેશભાઈ બેચરભાઈ પટેલ પરિવાર તથા શાંતીલાલ ભગવાનજીભાઈ રાજવીર પરિવારે લાભ લીધેલ હતો.