કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ધોરણ ૧૦/ ૧૨ના વાંકાનેર/ટંકારાના પરીક્ષા કેન્દ્રો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ દરમિયાન ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની નિયમિત, રિપીટર, પૃથક, ખાનગી ઉમેદવારો માટે પરીક્ષાઓ યોજાશે. જે અંતર્ગત આગામી તા. ૨૭/૦૨ થી ૧૭/૦3 દરમિયાન પરીક્ષાઓ યોજાશે…આ પરીક્ષાઓ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર, મોરબી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાઓ હોય તે દિવસોએ સવારના ૧૦:૦૦ કલાકથી સાંજના ૧૮:૩૦ કલાક દરમિયાન તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલ કાઢવી નહીં. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ બિનજરૂરી રીતે અન્ય વ્યક્તિઓને ભેગા થવા પર કે પરીક્ષા કાર્યમાં કોઈપણ રીતે ખલેલ પાડવાના ઇરાદાથી ભેગા થઈ શકાશે નહીં…
આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક સાધનો, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રોનિક વોચ કે અન્ય અનધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર સુધીના વિસ્તારોમાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર શિક્ષાને પાત્ર થશે. સ્થાનિક સતવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવા વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ, ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યક્તિઓ, ફરજ પર હોય તેવા ગૃહ રક્ષક દળની વ્યક્તિઓ, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં હોય કે રોજગારમાં હોય તેવા વ્યક્તિઓ, કોઈ સ્માશન યાત્રાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહીં. મોરબી જિલ્લામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ માટે સવારે ૧૦:૦૦ કલાકથી બપોરના ૦૧:૧૫ સુધીનો સમય રહેશે. તેમજ બપોરના 03:00 કલાકથી સાંજના ૦૬:૩૦ સુધીનો સમય રહેશે…
નિર્ધારિત કરવામાં આવેલા પરીક્ષા કેન્દ્રો


વાંકાનેરમાં (1) કે.કે.શાહ વિદ્યાલય (2) મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ, (3) નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ (4) સંસ્કૃતિ વિદ્યાલય (5) મોડર્ન સ્કૂલ (6) એલ.કે સંઘવી વિદ્યાલય (7) અમરસિંહજી વિદ્યાલય (8) સિંધાવદરમાં એસ.એમ.પી હાઇસ્કૂલ (9) ચંદ્રપુરમાં મહમદી લોકશાળા યુનિટ ૧ (10) મહમદી લોકશાળા યુનિટ ૨ (13) ગેલેક્સી હાઇસ્કૂલ અને (14) પીપળીયા રાજમાં મોડર્ન વિદ્યાલય જયારે ટંકારામાં (1) ઓરપેટ કન્યા વિદ્યાલય (2) એમ.પી.દોશી વિદ્યાલય (4) આર્ય વિદ્યાલય (5) સરદાર પટેલ વિદ્યાલય (6) દેવકુંવર શૈક્ષણિક સંકુલ અને (7) લાઈફ લિંક્સ વિદ્યાલયનો સમાવેશ થાય છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!