ભાજપના રૂપાલાએ રૂા.54.78 લાખ અને કોંગ્રેસના ધાનાણીએ રૂા.39.35 લાખનો કર્યો ખર્ચ
રાજકોટ: લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ સહિતના નવેય ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરી દીધા છે.લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 30 દિવસના સમયગાળા દરમ્યાન ચૂંટણી લડનાર ઉમેદવાર તેમના ફાઈનલ હિસાબો ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરવા પડે છે. જે મુજબ રાજકોટ બેઠકના આ નવેય ઉમેદવારોએ તેમના હિસાબો ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ
કરી દીધા હતા. અહીં એ ઉલ્લેખનીય છે કે ઈલેકશન કમિશન દ્વારા આ વખતે લોકસભાની ચૂંટણીના ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા વધારી રૂા.95 લાખ કરવામાં આવી હતી. જેમાં ભાજપના વિજેતા બનેલ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ રૂા.54 લાખનો ચૂંટણી ખર્ચ કર્યાનું ઓબ્ઝર્વર સામે જાહેર કર્યું છે જયારે કોંગ્રેસના પરેશ ધાનાણીએ રૂા.39.35 લાખનો ખર્ચ બતાવ્યો છે.
આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણીએ રૂા.1,59,706નો ખર્ચ થયેલ છે. જયારે અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ ખર્ચ નિરલભાઈ અજાગીયાએ રૂા.3.06 લાખનો ખર્ચ બતાવેલ છે. અન્ય અપક્ષોમાં ભાવેશભાઈ આચાર્યએ રૂા.56261, નયનભાઈ ઝાલાએ રૂા.52200, ભાવેશભાઈ પીપળીયાએ 1,76,624, જીજ્ઞેશભાઈ મહાજને રૂા.27800, અને પ્રકાશભાઈ સીંધવે રૂા.1,25,275નો ચૂંટણી ખર્ચ કર્યો છે.
ક્રમ ઉમેદવારનું નામ પક્ષ ખર્ચ (રકમ રૂ. મા)
1 પરેશકુમાર ધાનાણી કોંગ્રેસ 39,35,010
2 પરશોતમભાઈ રૂપાલા ભાજપ 54,78,487
3 ચમનભાઈ સવસાણી બસપા 1,59,706
4 નિરલભાઈ અજાગીયા અપક્ષ 3,06,482
5 ભાવેશભાઈ આચાર્ય અપક્ષ 56,261
6 નયનકુમાર ઝાલા અપક્ષ 52,200
7 ભાવેશભાઈ પીપળીયા અપક્ષ 1,76,624
8 જીજ્ઞેશભાઈ મહાજન અપક્ષ 27,800
9 પ્રકાશભાઈ સિંધવ અપક્ષ 1,25,275