વાંકાનેર: તાલુકાના નવા અને જુના રાજાવડલામાં રહેતા બે કોળી સમાજના જૂથો વચ્ચે થયેલ મારામારીની સામસામી ફરિયાદો નોંધાઈ છે, વધુમાં જાણવા મળ્યા મુજબ આ જૂથો વચ્ચે અગાઉ એકાદ વર્ષ પહેલા પણ ઝઘડો થયેલ હતો…જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના નવા રાજા વડલાના રોહીતભાઇ રાજેશભાઇ છત્રોટીયા (ઉ.વ.૧૮) એ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ વાંકાનેરથી રાત્રીના આશરે સાડા સાતેક વાગ્યે હું તથા મારી બહેન સંગીતાબેન બન્ને વાંકાનેરથી ઘરે આવતા હતા ત્યારે ગામ નજીક મેલડીમાના મંદીર પાસે આવતા અમારા ગામનો શ્યામજી વિનોદભાઈ ચાલીને જતો હતો ત્યારે મારી સાથે તેનો હાથ ભટકાયેલ પછી મને કહેલ કે મેલડીમા નો પ્રસંગ છે તે બગાડવો નથી તુ ગામના ઝાપા પાસે આવ જેથી હુ મારૂ મોટરસાયકલ લઈને આશરે પોણા આઠેક વાગ્યે ગામના પાસે જતો હતો ત્યારે અવિનાશ બેચરભાઇ, નવઘણ બેચરભાઈ તથા શ્યામજી વિનોદભાઈ રહે. તમામ રાજાવડલા વાળા હાજર હતા મને રોકી આ લોકો એકદમ ઉશ્કેરાઈ જઈ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ જેથી અમોએ તેઓને ગાળો નહિ દેવાનુ કહેતા અમારી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને આ લોકો સાથે લોખંડના પાઈપ તથા લોખંડનો સળીયો હાથમા હતો અને
મારા પિતાજી ત્યા આવી તેને ઝઘડો નહિ કરવા સમજાવતા અવિનાશ બેચરભાઈ દેત્રોજાએ તેના હાથમા રહેલ લોખંડનો પાઈપ મારા પિતાજીના માથામા મારી દેતા લોહી નિકળતા મારા પિતાજી નિચે પડી ગયેલ તે દરમ્યાન મારા કાકા રમેશભાઈ ત્યા આવી ગયેલ અને મારા પિતાજીને ઉભા કરવા જતા નવઘણ બેચરભાઈ દેત્રોજાએ લોખંડનો પાઇપ પીઠના ભાગે મારેલ અને શ્યામજી વિનોદભાઈ દેત્રોજાએ મને પગના ભાગે લોખંડના સળીયો મારી દિધેલ અને ત્યારે ચેતન બેચરભાઇ દેત્રોજા પણ ત્યા આવેલ અને અમોને ઢીકા પાટુનો માર મારેલ ત્યાર પછી આ લોકો ત્યાથી જતા જતા કહેતા હતા કે આ બધા ભેગા થઈ ગયેલ છે અને હવે પછી તમો ક્યાય એકલા ભેગા થાવ ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહેલ અને તેની પાસે બોલેરો હતી તે અમારા મોટરસાયકલ સાથે ભટકાડી જતા રહેલ અને ત્યાર પછી હું, મારા પિતા તથા મારા કાકા રીક્ષામા વાંકાનેર સરકારી હોસ્પિટલે અને પછી વધુ સારવાર માટે રાજકોટ આવેલ છીએ…
સામા પક્ષે જુના રાજાવડલાના શ્યામજીભાઈ વિનોદભાઈ દેત્રોજાએ ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૯/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના હુ તથા નવઘણ રાજાવડલા ગામ સ્મશાન પાસે આવેલ મેલડી માંના મંદિરે માંડવો હોય જેથી ત્યાં ગયેલ હતાં અને દર્શન કરી ઘરે જવા બહાર નીકળેલ અને રોડ ઉપર આવતાં વાંકાનેર તરફથી રોહિત રાજેશભાઈ છેત્રોટીયા તેનુ મોટરસાયકલ લઈને આવેલ અને તેના મોટરસાયકલનુ હેન્ડલ મારા હાથ સાથે અથડાયેલ જેથી મે તેને ધીમે ચલાવાનુ કહેતા તેને કહેલ કે તુ જોઈને હાલ અને ગામના ઝાપા પાસે આવે તેને જોઈ લઈએ તેમ કહી ત્યાથી નીકળી ગયેલ જેથી મેં નવઘણને ફોન કરીને બહાર બોલાવેલ અને અમો બન્ને મોટરસાયકલ લઇને ગામમાં જવા નીકળેલ ત્યારે રોહિત છત્રોટીયા ગામના ઝાપા પાસે મોટર સાયકલ રાખીને ઉભેલ હતો જેથી હુ અને નવઘણ પણ ત્યા ઉભા રહેલ અને
અવિનાશ પણ ત્યાં ઝાપા પાસે બેસેલ હતો ત્યારે આશરે પોણા આઠેક વાગ્યે આ રોહીત અમોને ગાળો આપવા લાગેલ જેથી અમોએ તેને ગાળો નહી બોલવા સમજાવતા રોહિત છત્રોટીયાએ તેના પિતાજીને-ફોન કરી બોલાવેલ જેથી તેના પિતાજી રાજેશભાઈ માનસિંગભાઈ-છત્રોટીયા તથા રમેશ ઉર્ફે કુકો માનસિંગભાઈ છત્રોટીયા બન્ને લોખંડના પાઈપો લઈ આવેલ અને મારા દિકરા સાથે કેમ ઝઘડો કરો છો તેમ કહી ગાળો આપવા લાગેલ જેથી ગાળો નહિ આપવા સમજાવતાં રાજેશભાઈ છત્રોટીયા એકદમ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઇપ અવિનાશના માથામાં મારી દેતા લોહી નીકળવા લાગેલ જેથી હુ તથા નવઘણ છોડાવવા વચ્ચે પડતાં રમેશ ઉર્ફે કુકો છત્રોટીયાએ લોખંડનો પાઈપ માથામાં મારતાં લોહી નીકળવા લાગતા નવઘણ નીચે પડી ગયેલ તે દરમ્યાન રોહીતનો ભાઇ રોનક મોટરસાયકલમાં લાકડાનો ધોકો લઈને ત્યાં આવતાં રોહિતે મોટર સાયકલમાંથી લાકડાનો ધોકો કાઢી મારી હાથની હથેળી પર મારેલ અને આ રોનક છત્રોટીયાએ પણ અમોને ઢીકાપાટુનો માર મારેલ અને દરમ્યાન મારા મોટા બાપુનો દિકરો ચેતન બોલેરો લઈને ત્યા આવેલ તથા ગામના લોકો ભેગા થઈ જતાં આ લોકો જતાં જતાં કહેતા હતાં કે આ લોકો ભેગા થઈ ગયેલ છે અને હવે પછી તમો કયાય એકલા ભેગા થાવ ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતાં રહેલ પછી ચેતન જે બોલેરો લઈને આવેલ તેમાં હું તથા અવિનાશ તથા નવઘણ વાંકાનેર સરકારી હોસ્પિટલ સારવાર માટે ગયેલ અને વધુ સારવાર માટે અવિનાશ તથા નવધણને રાજકોટ સરકારી હોસ્પીટલમાં આવેલ છીએ…