વઘાસિયા ગામની સીમમાંથી ઝડપાયા
પોલીસ સ્ટેશનેથી
રાતાવીરડામાં છાતીમાં દુખાવો ઉપડતા શ્વાસ થંભી ગયા
વાંકાનેર : નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસ પકડથી દૂર ત્રણ આરોપીઓને ગત મોડીરાત્રે વાંકાનેર પોલીસે વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા. આજે આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 20મી સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.


પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોકનાકાની બાજુમાં બંધ પડેલી ફેક્ટરીમાંથી ટોલનાકાની જેમ જ વાહનો પસાર કરાવાના પ્રકરણમાં વાંકાનેર પોલીસે જાતે ફરિયાદી બની સીદસર ઉમિયાધામ પ્રમુખ જેરામભાઈ વાસજાળીયાના પુત્ર અમરસીભાઈ જેરામભાઈ વાસજાળીયા સહિત છ આરોપીઓ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા બાદ લાંબા સમયની અંતે બે આરોપીઓ પકડાયા હતા. બીજી તરફ આ ચર્ચિત પ્રકરણમાં વાંકાનેર પોલીસે ભાજપ અગ્રણી એવા આરોપી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાને વઘાસિયા ગામની સીમમાંથી ઝડપી લીધા હતા.


ત્રણેય આરોપીઓને પોલોસે ઝડપી લીધા બાદ આજે રિમાન્ડની માંગ સાથે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓના 20મી સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પોલીસ સ્ટેશનેથી
પીધેલ:
જીનપરા શેરી નં 12 માં રહેતા નિલેશ ગિરધરભાઈ વિંઝવાડિયા પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમનો ભંગ:
જાંબુડિયાના નરપતસિંહ અશોકસિંહ ઝાલા સામે ટ્રાફિકના નિયમના ભંગ બદલ પોલીસે કાર્યવાહી કરેલ છે
રાતાવીરડામાં છાતીમાં દુખાવો ઉપડતા શ્વાસ થંભી ગયા
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે આવેલી લોવીક સીરામીક ફેક્ટરીમાં કામ કરતા જીતેન્દ્રકુમાર સુધરસિંગને અચાનક છાતીમાં દુખાવો પડ્યો હતો. જેને પગલે સત્વરે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્ર કુમારને મૃત જાહેર કર્યો હતો.જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ જે જી ઝાલા ચલાવી રહ્યા છે તો તપાસ અધિકારી જે જી ઝાલા સાથે વાત ચિત દરમિયાન જાણવા મળ્યું હતું કે જીતેન્દ્રકુમારને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી ડોકટરે પાસેથી મળી છે
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
