શકિતપરાનો શખ્સ વિદેશી છ બોટલ સાથે ઝડપાયો
વાંકાનેર : બામણબોર – કચ્છ નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં અંતે લાંબા સમયગાળા બાદ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બંને આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

વાંકાનેર તાલુકાના વઘાસિયા ટોલનાકા નજીક આવેલ બંધ પડેલી વ્હાઈટ હાઉસ નામની સિરામિક ફેકટરીમાંથી બારોબાર વાહનો પસાર કરાવી ટોલનાકાની જેમ ટોલ વસુલવા પ્રકરણમાં ફેકટરી માલિક અને સીદસર ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈના પુત્ર અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેમજ અન્ય સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં લાંબો સમય વીતવા છતાં એક પણ વગદાર આરોપીઓ પોલીસ ગિરફ્તમાં ન આવતા અનેક આક્ષેપો થયા હતા. પોલીસ રાજકીય ઈશારે આરોપીઓને છાવરતા હોવાના આરોપ વચ્ચે

એલસીબીએ આરોપી રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાને ઝડપી લીધા બાદ આ બન્ને આરોપીઓને વાંકાનેર પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. રિમાન્ડ દરમિયાન નકલી ટોલનાકુ કેટલા સમયથી ચાલુ અને કુલ કેટલી રકમનો સરકારને ચુનો લગાવ્યો ? આ નકલી ટોળનાકા કોઈ મોટા માથાનો દોરી સંચાર છે કે કેમ તેમજ તેઓ ક્યાં છુપાયા અને ફરાર આરોપીઓના લોકેશન વિશે પૂછપરછ કરાશે તેવું પોલીસ અધિકારી પી.ડી.સોલંકીએ જણાવ્યું હતું.

શકિતપરાનો શખ્સ વિદેશી છ બોટલ સાથે ઝડપાયો
વાંકાનેર રેલ્વે સ્ટેશનથી આગળ હશનપર ગામ તરફ રોડ ઉપર એક ઈસમ પગે ચાલીને જોવામા આવતા તેમની પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર પોલીસ હેડ કોન્સ. તથા પો.કોન્સ. ધર્મરાજભાઈ પ્રવીણભાઈ કિડીયા અને જનકભાઈ વલ્લભભાઈ ચાવડાએ હશનપર ગામ તરફ રોડ ઉપર જતા રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટ જાતે-બ્રાહ્મણ (ઉ.વ.૩૨) રહે. શકિતપરા (હશનપર) તા.વાંકાનેર વાળાને ઈંગ્લીશ દારૂની GREEN LABEL WHISKY 750 ML લખેલ બોટલો કુલ-૦૬ કિંમત રૂ.૨૦૪૦/- સાથે ઝડપ્યો છે અને પ્રોહી.એકટ કલમ-૬૫૬૫એ.એ, ૧૧૬૧૧૬બી મુજબ ગુન્હો નોંધ્યો છે.
દારૂ અંગેના અન્ય ગુન્હા:
પંચાસીયા ગામની સીમમાં સજનપર જવાના રસ્તે રાજલ કારખાનાની ઓરડીમાં રહેતા રાજુ બધાભાઇ કોંઢીયા અને માટેલ સ્ટેફીના કારખાના પાસે ઝુંપડામાં રહેતા વસંતબેન રમેશભાઈ સાડમિયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો.
પીધેલ
(1) પંચાસીયા ગામની સીમમાં રહેતા (મૂળ ટંકારાના) મહેશ બનાભાઇ વિકાણી પોતાનું મોટરસાયકલ પીધેલ અવસ્થામાં સર્પકારે ચલાવતા મોટરસાયકલ સાથે ધરપકડ (2) મિલ પ્લોટ ડબ્બલ ચાલીમાં રહેતા કુમાર નવીનભાઈ ઉધરેજા (3) આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાસે રહેતા પ્રભુ રતિલાલ પતાળિયા અને (4) ચંદ્રપુર પાણીના ટાંકા પાસે રહેતા અમિત ઉર્ફે હમીદભાઈ હનિફભાઉ બ્લોચ પીધેલ પકડાયા છે.
હથિયાર ધારા જાહેરનામાનો ભંગ
વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે રહેતા સંજય વીરજીભાઈ કણજારીયા પાસેથી કુહાડી મળી આવતા હથિયાર ધારા જાહેરનામાનો ભંગ બદલ કાર્યવાહી.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
