પોલીસ કામગીરી પર સવાલ: ૨૧ દિવસ બાદ હજુ આરોપીનો પત્તો ના લાગ્યો
વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાયાને ૨૧ દિવસનો સમય વીત્યા છતાં હજુ એકપણ આરોપી પોલીસને હાથ લાગ્યો નથી સામાન્ય રીતે હત્યા કે લૂંટ જેવા ગુનામા મોરબી જીલ્લાની બહાદુર પોલીસ આરોપીઓને ગણતરીના કલાકો કે દિવસોમાં ઝડપી લેતી હોય છે ત્યારે આ કેસમાં કેમ ૨૧ દિવસનો સમય વીત્યા છતાં આરોપીઓને પોલીસ શોધી શકી નથી તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે
વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પટેલ રહે વ્હાઈટ હાઉસ સિરામિક વઘાસીયા તા. વાંકાનેર તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે ચારેય વઘાસીયા તા. વાંકાનેર અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગેરકાયદેસર રીતે ફેકટરીના રસ્તાનો ઉપયોગ કરી ટોલ ઉઘરાવ્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે જીલ્લા કલેકટરની સુચનાથી એસડીએમના માર્ગદર્શન હેઠળ ચાર અધિકારીની ટીમ બનાવી હતી જેને રીપોર્ટ તૈયાર કરવા માટે જણાવ્યું હતું જે રીપોર્ટ મામલતદાર ટીમે તૈયાર કરીને પ્રાંત અધિકારીને સોપી દીધાની માહિતી પ્રાપ્ત થઇ છે જોકે રીપોર્ટ અંગે મામલતદારે કોઈ માહિતી આપી ના હતી તો આ મામલે પ્રાંત અધિકારીનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ના હતો
પોરબંદર, કચ્છ સુધી તપાસ છતાં આરોપીઓનો પત્તો ના લાગ્યો
ગેરકાયદેસર ટોલનાકા પ્રકરણમાં તપાસ ચલાવનાર વાંકાનેર સીટી પીઆઈ પી ડી સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ ટીમોએ કચ્છ, ખંભાલીયા, પોરબંદર અને રાજકોટમાં વિવિધ સ્થળોએ તપાસ ચલાવી હતી જોકે આરોપીઓ મળી આવ્યા નથી…
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો