દેશી મળ્યો:ટ્રાફિક નિયમના ભંગ
વાંકાનેર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી એક ચોક્કસ સમૂહના અમુક લોકો દ્વારા વાંકાનેરના કેટલાક શિક્ષકો અને શૈક્ષિક મહાસંઘના
કાર્યકર્તા વિરુદ્ધ તથ્ય વગરની આધાર પુરાવા વગરની નામી બેનામી અરજીઓ આરટીઆઈ કરી ડરાવવા ધમકાવવામાં આવે છે.
તેવા આરોપ સાથે મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં મોરબી જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જણાવાયુ છે કે ચોક્કસ વ્યક્તિ દ્વારા વાંકાનેરની કણકોટ શાળા શિક્ષિકા
સ્વાતિબેન રાવલની બેનામી અરજી કરેલ છે. વાંકાનેરના રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઈ મકવાણાની માહિતી માંગેલ છે.
વાંકાનેરની તાલુકા શાળા નંબર: -૧ ના આચાર્ય પીયૂષભાઈ માનસેતાની માહિતી માંગેલ છે.
વાંકાનેરના બી.આર.સી મયુરસિંહ પરમાર અને સીઆરસી કૌશિક સોની વિરુદ્ધ પણ માહિતી માંગેલ છે.
વાંકાનેરના પૂર્વ ઈન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મંગુભાઈ પટેલ વિરુદ્ધ પણ અરજીઓ કરી હેરાન પરેશાન કરેલ છે. જો કે શૈક્ષણિક ક્ષેત્રે મસ-મોટો ભ્રસ્ટાચાર પણ વાંકાનેર તાલુકામાં જ ઉજાગર થયો હતો.
દેશી મળ્યો:
વાંકાનેર બસ સ્ટેન્ડ પાસે ઉપલી શેરીમાં રહેતા સંજય કાનાભાઇ મદ્રેસાણીયા અને લાકડધાર તળાવ પાસે રહેતા સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
ટ્રાફિક નિયમના ભંગ:
જોધપરના નિઝામ ઉસ્માનભાઈ હેરંજા અને કોટડાનાયાણીના અબ્દુલ આમદભાઈ ઠેબા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી