રાજકોટ: વાંકાનેરના શક્તિ પાર્કમાં રહેતાં એક વૃદ્ધને ભાઈ, ભત્રીજા અને ભત્રીજીએ માર મારતા સગડી પર પડી જતાં બેઠકનો ભાગ અને હાથ દાઝ્યા છે….
જાણવા મળ્યા મુજબ શક્તિ પાર્કમાં રહેતાં જીવાભાઇ લાખાભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને તેઓ ફળીયામાં બેઠા બેઠા સગડીમાં તાપતા હતાં અને પોતાની સાથે રહેતાં સવિતાબેન સાથે વાતો કરતાં હતાં તે વખતે બાજુમાં જ રહેતાં તેમના ભાઈ ગોરધન લાખાભાઇ, ભત્રીજા બાવજી અને ભત્રીજી વર્ષાએ આવી ગાળો દઇ પાણાથી માર મારી તેમજ
ઢીકાપાટુ મારતાં તેઓ સળગતી સગડી પર પડી જતાં બેઠકના ભાગે અને હાથમાં ઝાળ લાગી જતાં દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને રાજકોટ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ, તૌફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી. જીવાભાઈના કહેવા મુજબ મોટા ભાઇ સહિતે ‘તમે અમારી વાતો કરો છો’ તેમ કહી ગાળો દઇ હુમલો કર્યો હતો…