વાંકાનેર: વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાની બદલી મોરબી થતાં તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. માટેલ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે માટેલ ગામના સરપંચ મુનાભાઈ દુધરેજીયા
અને તલાટી-કમ-મંત્રી વી. બી. ધરજીયા દ્વારા વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાને ભાવસભર વિદાય આપી હતી અને શુભેચ્છા પાઠવી હતી.