ટેલિફોનિક વાતમાં રાજીનામાનો સ્વિકાર: પોષાતું ન હોવાનું કારણ જણાવ્યું
વાંકાનેર: ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી પચ્ચાસ હજાર કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા આપ માં ખળભળાટ મચી ગયો છે. જેમાં તેમણે પોતાનું રાજીનામું ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી પ્રમુખ ઈશુદાન ગઢવીને મોકલી આપ્યું હોવાની માહિતી મળી રહી છે.
કમલ સુવાસ સાથેની આ બાબતે ટેલીફોનિક વાતચીતમાં રાજીનામુ આપ્યું હોવાનો સ્વિકાર કર્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં વાંકાનેર બેઠક પરથી આમ આદમી તરફથી ચુંટણી લડી અને 53,110 જેટલાં મતો મેળવી યુવા નેતૃત્વ તરીકે ઉભરી આવેલ વિક્રમ સોરાણીએ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે, જેમાં તેમણે રાજકોટથી આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપી અને તેની જાણ પાર્ટીના પ્રદેશ પ્રમુખની કરી હોવાનું જણાવ્યું છે.
વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તે એકેય પક્ષમાં જોડવાના નથી. રાજીનામુ આપવા પાછળનું કારણ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સ્વૈચ્છીક રાજીનામુ આપેલ છે. પોષાય તેવું નથી. સમયના અભાવે રાજીનામુ આપેલ છે.