કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી

સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું

વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બોટાદ જિલ્લાના કુંડલી ગામે રહેતા અમરાભાઈ રબારી પાસેથી બીયારણ લીધેલ હતું જેમાં તેની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે વધુમાં

તેને જણાવ્યુ છે કે, તે બાંધકામ તથા ખેતીનો ધંધો કરેલ છે અને બાંધકામના ધંધામાં મંદી આવતાં તેઓએ તેમજ પંકજભાઈ રામજીભાઈ સાદરીયા અને રવજીભાઈ ધરમશીભાઈ ઘુમલીયાએ આ વર્ષે ખેડૂતોની જમીન વિઘરોટી પર રાખી મોટા પાયે ખેતી કરવાનું આયોજન કર્યું હતી અને માળિયા તાલુકાના ખેડૂતોની 300 વિઘા ખેતીની જમીન રાખેલ હતી…

કોઠી ગામનો યુવાન સાયકલ પરથી પડી ગયોચોમાસામાં કપાસનું વાવેતર કરેલ હતું અને તેના માટેનું બીયારણ અમરાભાઇ રબારી પાસેથી લીધેલ હતું જેનુ વાવેતર કરવામાં આવ્યું હતું જો કે, આરોપીએ તેના અંગત સ્વાર્થ અને લાભ માટે અરજદાર અને સાહેદોનો વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી હતી અને સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું હતું તે બિયારણ વાવવાથી ખેડૂતોને 300 વિધા ખેતીની જમીનમાં ઓછામાં ઓછું કપાસનું ઉત્પાદન એક વીધે ૧૫ મણ ગણતા ૪,૫૦૦ મણ કપાસનું ઉત્પાદન થવુ જોઈએ પરંતુ તેના બદલે ૨૫૦ મણ કપાસનું ઉત્પાદન થાય તેમ નથી જેથી તેઓની સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ છે અને જેના તેમને તથા તેઓના ભાગીદારોને ૮૪ લાખ રૂપીયા જેટલું નુકશાન કરેલ છે. જેથી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!