પગનું હાડકું ભાંગી નાખ્યું
પૈસાની લેતી દેતી બાબતે અગાઉના ઝગડાના મનદુ:ખે બનેલો બનાવ
વાંકાનેર: તાલુકાના ગાંગીયાવદર ગામના ખેડૂતને પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જેનું મનદુ:ખ રાખી સરધારકાના ત્રણ જણા ઉપર લાકડી વડે પગ તથા વાંસામાં અને જમણા પગમાં ફેક્ચર જેવી ઈજા પહોંચાડી ઢીકાપાટુ નો માર મારી વધુ માર મારવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાએ મદદગારી કરવાનો ગુન્હો નોંધાયો છે….
જાણવા મળ્યા મુજબ ગાંગીયાવદરના ધીરૂભાઇ લખમણભાઈ ધરજીયા (ઉ.વ.૫૨) એ ફરિયાદમાં લખાવેલ છે કે તા. ૧૩/૧૦/૨૦૨૫ ના બપોરના હું તથા મારા કૌટુબીક કાકા નવઘણભાઈ ભાણાભાઈ ધરજીયા મોટર સાયકલ લઇને વાંકાનેર જવા નિકળેલ હતા ત્યારે
સરધારકાના પાદરમાં પહોંચતા ત્યાં નવઘણભાઇને કામ હોય અમો ઉભા હતા ત્યારે સરધારકા ગામના વેલુભા ઘનુભા ઝાલા તથા ખનુભા ઝાલા આવેલ અને અમારી સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલ ને ઢીકા પાટુનો માર મારવા લાગેલ, બાદ અમારે પૈસાની લેતી દેતી બાબતે
એકાદ વર્ષ પહેલા ઝગડો થયેલ હતો, ‘જે પૈસા ક્યારે આપીશ?’ એમ કહી નવઘણભાઈને ત્યાંથી જતા રહેવાનું કહેતા તે જતા રહેલ અને હું ખનુભા ઝાલાના મોટર સાયકલ પાછળ બેસેલ અને વેલુભા ઝાલા પોતાનું મોટર સાયકલ લઇ અમારી પાછળ આવેલ અને અમો
સરધારકાથી ગાંગીયાવદર જવાના રસ્તે શીતળા માતા મંદીર પાસે કાચા રોડ ઉપર ઉભા રહેલ, જ્યાં વેલુભાના ભત્રીજા કાનભા ઝાલા ત્યા મોટર સાયકલમાં લાકડી લઇને આવેલ અને જે લાકડીથી વેલુભા ઝાલાએ મને લાકડી વડે વાંસા અને પગમાં મારવા લાગેલ અને ખનુભા મને
ઝાપટો મારેલ, બાદ માર મારી ગાળો આપી હજી માર મારવાનુ કહી ત્યાંથી જતા રહેલ બાદ હું રાડો નાખતા નજીકની વાડીમાં રહેતા અમારા કૌટુંબીક ભાઈ નારણભાઈ ધરજીયા, મારો દિકરો નિતીન તથા મારા કાકા પ્રભુભાઇ આવી ગયેલ અને ૧૦૮ માં પ્રથમ વાંકાનેર
સરકારી હોસ્પિટલ ખાતે બાદમાં વધુ સારવાર માટે કુવાડવા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવેલ મને જમણા પગમાં નીચેના ભાગે હાડકુ ભાગી ગયેલ હોઈ ઓપરેશન કરવાનું જણાવતા સારવારમાં દાખલ કરેલ છે પોલીસ ખાતાએ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૧૧૫(૨), ૧૧૭(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ તથા મહે. જીલ્લા મેજી. સા. મોરબીના હથિયાર બંધી જાહેર નામાનો ભંગ કરવાનો ગુન્હો નોંધેલ છે…
