વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી ધરાવતા એક આધેડ વયના ખેડૂતને વાડીએ કામ કરતા કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…





જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા સરધારકા ગામે રહેતા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરસીયા (ઉ.વ. ૫૦) નામના ખેડૂત ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ કામ કરતા હોય ત્યારે તેમને કોઇ કારણોસર વિજ શોક લાગતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
