કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

બાગાયતના ઘટકમાં સહાય માટે ખેડૂત પોર્ટલ ખુલ્યું

31/5/2025 સુધી જ આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે

બાગાયતના વિવિધ ઘટકોમાં સહાય લેવા માટે બાગાયતદાર ખેડૂતો ખેડૂત આઈ પોર્ટલ ૨.૦ ઉપર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના રહેશે તેવું મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

સરકારના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૫-૨૬ માટે સહાયલક્ષી યોજનાઓ જેવી કે કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, ઔષધિય પાકો, હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર, કંદ ફુલો, દાંડી ફુલો, છુટા ફુલો, હની એટ્રેક્ટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેડ કન્ટેઈનર (30 કિ.ગ્રા.), મધમાખી પેટી/બોક્ષ સમૂહ સાથે, મધમાખી હાઇવ માટે સહાય, અનાનસ (ટીસ્યુ), અન્ય સુગંધિત પાકો જેવા કે, પામારોઝા, લેમન ગ્રાસ, તુલસી, ખસ, વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો, પોલીહાઉસ / નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી અને લીલીયમના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, મસાલા પાકો, વગેરે જેવા ૨૧ ઘટકોમાં લાભ લેવા ખેડૂતો માટે તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦- http//ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!