વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સોમવારથી જણસીની ઉતરાઈનો સમય બદલવામાં આવ્યો છે જે અંગે ખેડૂતો અને વેપારીઓને સુચના આપવામાં આવી છે…
વાંકાનેર યાર્ડની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં માલ ઉતારવાની જગ્યા ના હોવાથી દરેક જણસીનો ઉતરાઈનો સમય તા. ૧૭ ને સોમવાર (ગઈ કાલ)થી રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૧૧ સુધીનો રહેશે જેની દરેક ખેડૂતો, વેપારીઓ અને દલાલભાઈઓએ નોંધ લેવા જણાવ્યું છે…