ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો
ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂત દેવામાં ડૂબી જાય છે, અમુક વખત આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે. ખેડૂતોને સારા ભાવ મળી રહે તે માટે e-NAM નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેના મારફતે ખેડૂત તેની ઉપજનો સારો ભાવ મળી રહે છે. આ પ્લેટફોર્મ પર ખેડૂત તેનો પાક માત્ર વેચી જ નથી શકતો પરંતુ ખરીદી પણ શકે છે.
અહીંયાથી થયેલી ખરીદ વેચાણની લેવડ દેવડ ડાયરેક્ટ થશે. જેમાં કોઈ વચેટિયાઓ નહીં હોય. ખેડૂતે કોઈની સાથે ભાવતાલ પણ નહીં કરવો પડે. ખેડૂત અહીંયાથી UPI મારફતે લેવડ દેવડ કરી શકશે. ખેડૂત તેને google play stor પરથી પણ ઇન્સ્ટોલ કરી શકે છે.
e-NAM સાથે 41 સર્વિસ પ્રોવાઈડરને જોડવામાં આવ્યા છે. જેમાં ટ્રેડિંગ, વેરહાઉસિંગ, માર્કેટ ઇન્ફર્મેશન, ટ્રાન્સપોર્ટેશન, ક્વોલિટી ચેક, લોગિસ્ટિક્સ, કંપોઝિટ, એગ્રીકલ્ચર ઇનપુટ, વસ્તુ વીનિયમ, ઇનશ્સોરન્સ, ગ્રેડિંગ સહિતની સુવિધા આપવામાં આવે છે. આથી ખેડૂત તેની ઉપજને સારા ભાવમાં વેચી શકે છે.
આ રીતે કરો રજિસ્ટ્રેશન
પાકના ખરીદ વેચાણ માટે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા નીચે મુજબની ટિપ્સ ફોલો કરવી
સૌ પહેલા e-NAMની ઓફિશિયલ સાઈટ પર જવું
રજિસ્ટ્રેશનની લિંક પર ક્લિક કરવું https://www.enam.gov.in/web/
ત્યાર બાદ KYC ડિટેલ્સ અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
છેલ્લે APMCની મંજૂરી મળી ગયા બાદ વેચાણ અને ખરીદી કરી શકશો