ગુજરાતમાં કુલ ૪૯ લાખ હેક્ટરમાં રવિપાકનું વાવેતર થયુ છે. હાલ ઘઉં, ચણા, રાયડો અને જીરુ જેવા પાકો માટે યુરિયાની માંગ છે. આ સિઝનમાં છોડના વિકાસ માટે હાલ યુરિયા ખાતર નાંખવુ જરૂરી છે.
અગાઉ જયારે સિઝનના પ્રારંભમાં વાવેતર શરૂ થયુ ત્યારે જ – યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી. આ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડયુ હતું. હવે માંડ યુરિયા ખાતર મળતુ થયુ રહ્યું છે ત્યારે નવી મુસીબત સર્જાઇ છે.
એવી ફરિયાદો ઉઠી છે કે, જો યુરીયાની એક બેગ ખરીદવી હોય તો એક હજારની સલ્ફર ખાતરની બેગ ફરજીયાત અપાય છે. આમ ખેડૂતોને જરૂર ન હોવા છતાં મજબૂરીવશ વધારાનો ખર્ચ કરવો પડે છે.