કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

જીલ્લામાં ખેડૂતોને ડીએપી ખાતર મળતું નથી !

વરસાદ પછી ખાતર મળે તો કોઈ કામનું નહિ: ખેડૂતોનો ઉકળાટ

અધિકારીઓને જાણ હોવા છતાં આગોતરી વ્યવસ્થા કરતા નથી: બિનજરૂરી માલ ધરાર આપવામાં આવે છે

મોરબી જિલ્લામાં ચોમાસું પાકનું વાવેતર કરવા માટે ખેડૂતો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે જોકે, ખેડૂતોને હાલમાં ડીએપી ખાતર મળતું નથી જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને જો સમયસર વરસાદ પહેલા ખેડૂતોને ખાતર નહીં મળે તો ખેડૂતો ચોમાસુ પાક ન લઈ શકે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે…

‘સાંજ સમાચાર’નો અહેવાલ જણાવે છે કે દર વર્ષે ચોમાસા પહેલા ખેડૂતોને ડીએપી ખાતરની જરૂર હોય છે તેની સરકાર અને અધિકારીઓને જાણ હોવા છતાં પણ ડીએપી ખાતર માટેની આગોતરી વ્યવસ્થા કરવામાં આવતી નથી જેના કારણે ખેડૂતોને ખરા સમયે જ્યારે ખાતરની જરૂર હોય છે તે સમયે ખાતર મળતું નથી અને જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે આવી જ પરિસ્થિતિનું નિર્માણ મોરબી જિલ્લામાં થયેલ છે.

મોરબી જિલ્લામાં છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી ડીએપી ખાતર ખેડૂતોને કોઈ જગ્યાએથી મળતું નથી જેથી ડીએપી ખાતર મેળવવા માટે ખેડૂતો જુદી જુદી જગ્યા ઉપર રજળપાટ કરતા હોય છે તો પણ ખાતર મળતું નથી અને તે જગ્યાએ ખાતર આપવામાં આવે જે ત્યાં ડીએપી નહીં પણ બીજું ખાતર હોય છે અને તેની સાથે બિનજરૂરી ખાતર પણ ધરાહાર આપવામાં આવે છે…
આટલું નહીં પરંતુ ચોમાસાનું વાવેતર કરતાં ખેડૂતોને જો ચોમાસા પહેલા વાવેતર કરતા હોય ત્યારે ડીએપી ખાતર મળ્યું હોય તો સમયસર વાવેતર થાય અને ચોમાસામાં ખેડૂતો પોતાના ખેતરમાંથી સારો પાક મેળવી શકે છે પરંતુ જો ચોમાસાનો વરસાદ થઈ જાય ત્યારબાદ ખેડૂતો પોતાના ખેતરની અંદર ખેતી કામ કરી શકતા નથી ત્યાર પછી જો ડીએપી ખાતર ખેડૂતોને મળે તો તે કોઈ કામનું નથી. ઉલેખનીય છે કે, ખેડૂતોને વહેલામાં વહેલી તકે ડીએપી ખાતર મળે તો જ તેઓને ફાયદો થશે નહીં તો કોઈ ફાયદો થશે નહીં તે નિશ્ચિત છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!