મહાનુભાવો હાજર રહેશે: ઉમટી પડવા હાકલ
દિઘલીયા ચોકડીથી વાંકાનેર, અમરસર, તિથવા, અરણીટીંબા, પીપળીયા રાજ અને વાલાસણનો રુટ
વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોની વણસેલી આર્થિક પરિસ્થિતિના વિરોધમાં ‘ખેડૂત આક્રોશ યાત્રા’ નું સમગ્ર સૌરાષ્ટ્રમાં આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની

મુખ્ય માંગણી સાથે શરૂ થયેલ છે, આ યાત્રા આજે સોમવાર વાંકાનેર તાલુકામાંથી પસાર થવાની છે, જેમાં યાત્રા સવારે 10:30 વાગ્યે દિઘલીયા ચોકડીથી યાત્રા શરૂ થશે, જે બાદ ક્રમશઃ બપોરે વાંકાનેર (૧૨) અમરસર (3), તિથવા (૩:૩૦), અરણીટીંબા (૪), પીપળીયા રાજ (૫), વાલાસણ (૫:૩૦) રૂટ તરફ આગળ વધશે

આ ખેડુત આક્રોશ યાત્રામાં રાષ્ટ્રીય સેવાદળનાં અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ખેડુત નેતા પાલભાઈ આંબલીયા,પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય મહમંદ જાવીદ પીરઝાદા, પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને યાત્રાનાં કન્વીનર પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ મુછડીયા અને દશરથસિંહ સરવૈયા સહિતનાંઓ ઊપસ્થિત રહેવાના છે, એવું જાણવા મળ્યું છે….
