કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ખેડૂતોએ તા.૧૫ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. કાર્ડ કરાવી લેવું

પ્રધાનમંત્રી કિસાન યોજનાના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત છે

વાંકાનેર: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુકત પ્રયાસો થકી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઇ.ડી. કાર્ડની જેમ ફાર્મર આઈ.ડી. કાર્ડ મળવાપાત્ર છે. રાજયમાં ગત તારીખ ૧૫ ઓકટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના માર્ગદર્શન અનુસાર પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂપિયા ૨૦૦૦ ના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.કાર્ડની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.

જે અનુસાર આગામી તારીખ ૧૫/૧૨/૨૦૨૪ સુધીમાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ નોંધણી કરાવવાની રહેશે. વેબ પોર્ટલ અને મોબાઇલ એપ્લીકેશનથી દરેક ગ્રામ પંચાયતોમાં નોંધણી થશે. જેમાં માત્ર એક ક્લિક કરવાથી ખેડૂતો તેમની તમામ જમીનની માલિકીની માહિતી મેળવી શકે છે. તેમજ તમામ ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભોની જાણકારી મેળવવી સરળ બનશે.
ખેડૂત આઈ. ડી. કાર્ડની નોંધણી માટે મોરબી જિલ્લાના ખેડૂતોએ આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લીંક કરાવેલ મોબાઈલ નંબર અને ૮- અ નકલ, ૭- ૧૨ નકલની વિગતો સાથે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટર પ્રીન્યોર (વીસીઈ) નો સંપર્ક કરવાનો રહેશે…

આ ઉપરાંત આગામી તા.૦૬/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ દરમ્યાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં આયોજિત ઉક્ત કાર્યક્રમમાં માહિતીલક્ષી સ્ટોલની વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો આ ૨ દિવસ દરમિયાન ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને લાભ મળશે. આ કાર્યક્રમમાં મહત્તમ ખેડૂતો ભાગ લે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!