લાલપર:એમેટ્રીન ઈન્ડીયાના કોન્ટ્રાક્ટર મુનાજીરભાઈ બાદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ
મોરબી જિલ્લામા પરપ્રાંતિય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહીં કરનાર આસામીઓ વિરુદ્ધ છેલ્લા એક સપ્તાહથી કાર્યવાહી ચાલુ છે. ત્યારે વાંકાનેરમાં વધુ બે લોકો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



જેમાં વાંકાનેરમાં લાલપર ગામની સીમમાં આવેલ એમેટ્રીન ઈન્ડીયાના કોન્ટ્રાક્ટર મુનાજીરભાઈ યુસુફભાઈ બાદી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે.
જેમાં પોલીસે ફરિયાદી બની જણાવ્યું છે કે MORBI ASSURED એપ્સમાં પરપ્રાંતીય મજુરનું રજીસ્ટ્રેશન કરવા જાહેરનામું અમલી હોય છતાં આરોપીએ પરપ્રાંતીયોના આઈડી પ્રૂફ મેળવ્યા ના હતા અને એપમાં રજીસ્ટર નહિ કરાવી જાહેરનામાં ભંગ કર્યો હોય જેથી તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.