વાડીમાંથી પસાર થતી લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ઘઉંના પાકમાં આગ લાગી ગઈ હતી
વાંકાનેર તાલુકાના પાજ ગામમાં ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ખેડૂતની વાડીમાંથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થતા તિખારો નીચે પડતા નીચે ઉભા ઘઉંના પાકમાં આગ લાગી હતી.





મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પાજ ગામમાં ઉગમણા વાડી તરીકે ઓળખાતા વાળી વિસ્તારમાં ગઈ કાલે બપોરના સમયે સિપાઈ નજરૂદ્દીન સાજીભાઈ ની વાડીમાંથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થતા અને તીખારો નીચે પડતા ઉભા ઘઉંના પાકમાં આગ લાગી ગઈ હતી. ખેડૂતને જાણ થતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને પાણીની વ્યવસ્થા થતા આગ ઓલવી હતી, પરંતુ ત્યાં સુધીમાં એક વીઘાથી વધુ ઘઉ બળી ખાખ થઈ ગયા હતા.
આમ પાજ ગામના ખેડૂતને પીજીવીસીએલના કારણે 25 થી 30 હજારની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.