કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રોટવેટરમાં ખેડૂતોને મળશે 50 હજાર રૂપિયાની સબસીડી

અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે

રોટવેટર સહાય યોજનામાં હાલ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે

ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી શકાય તે માટે જમીનને ઓછા સમયમાં તૈયાર કરતું, ટ્રેક્ટરથી ચાલતું સાધન એટલે રોટાવેટર વિકસાવવામાં આવેલ છે. ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. જેના પર હાલ અરજીઓ શરૂ કરવામાં આવી છે.

સહાય કેટલી મળશે:
સહાયની રકમ 8 ફીટના રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 50 % અથવા રૂ. 50400 /- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે.

રોટાવેટર સહાય યોજનાની પાત્રતા:
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

લાભાર્થી ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ સ્કીમમાં અલગ-અલગ ટ્રેક્ટર અને રોટાવેટર માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે. ખેડૂતો માટે એમના ટ્રેકટર 20 થી વધુ અને 35 બી.એચ.પી.થી ચાલતા હોય અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.34,000/- હજાર, એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળવાપાત્ર થશે. અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના, સિમાંત, મહિલા ખેડૂતો વધારે લાભ મળશે, જેવો કે કુલ ખર્ચના 50% અથવા રૂ. 42,000/- બેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

લાભાર્થી ખેડૂતોને તેમના ટ્રેકટર 35 B.H.P થી વધુથી ચાલતા અને 5 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40% અથવા રૂ.34,000 હજાર એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. 6 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચ ના 40 % અથવા રૂ.35,800/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

અને અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ સિવાયના નાના, સિમાંત, મહિલા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા રૂ.44,800/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. 7 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ.38,100/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે.

અને એસ.સી, એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂ.47,600/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. 8 ફીટ રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 40 % અથવા રૂ. 40,300/- એ બે માંથી જે ઓછુ હોય તે લાભ મળશે. એસ.સી, એસ.ટી, નાના, સીમાંત અને મહિલા ખેડૂતોને રોટાવેટરની ખરીદી પર કુલ ખર્ચના 50% અથવા રૂ.50,400/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. અરજી માટે લોગ ઈન કરો https://ikhedut.gujarat.gov.in/

Content Copying Forbidden !!

error: Content is protected !!