વાંકાનેર: શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે એક બાળકે પુરા મહિનાના રોઝા રાખ્યા છે.





જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં રહેતા માત્ર 8 વર્ષની ઉમરે શેખ આસીફભાઈ અને જસ્મીનાબેનના પુત્ર શેખ મોહમ્મદ અર્શ મુસ્લિમોના પવિત્ર રમજાન માસ દરમિયાન આખા રમજાન માસના રોજા રાખી અને ખુદા તઆલાની ઈબાદત કરેલ ત્યારે પરિવારમાં દાદા દાદી અને નાના હાજી મોહમ્મદખાન તેમજ મામા લાલાભાઇ હુસેનભાઇ તેમજ મામી માસા લાલાભાઇ શબાનાબેન અનિષાબેન અબાશીભાઈ તેમજ અંજુમનબેન શેખ ઇમરાનભાઈ સહિતના પરિવારજનોએ મોહમ્મદ અર્શને આખા માસના રમજાન મહિનાના રોજા રાખવા બદલ શુભકામનાઓ પાઠવી અને અભિનંદન આપ્યા હતા ત્યારે પરિવારમાં બહેનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો




