કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

માહિતી મળી છે કે જે બંધુનગર ખાતે સીરામીકમાં નોકરી કરતા હતા

ઝાંઝર સિનેમા પાસે હાઇવે ઉપર ત્રણ સવારી બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

વાંકાનેર : વાંકાનેર નજીક ગઈ રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક સવાર ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર નજીક ઝાંઝર સિનેમા પાસે હાઇવે ઉપર રાત્રીના 8:15 વાગ્યાના અરસામાં ટ્રક નં. GJ 12 X 3945 ના ચાલકે ત્યાંથી પસાર થતા બાઇકને હડફેટે લીધું હતું. આ બાઇક ઉપર ત્રણ યુવાનો સવાર હતા. આ અકસ્માતમાં યુવાનોના શરીર પર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યાં હતા. અકસ્માતમાં ત્રણેય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.

અકસ્માત એટલો ભયાનક હતો કે એક યુવાનનો મૃતદેહ ટ્રકના વ્હીલ નીચે ફસાઈ જતાં જેસીબીની મદદ લેવી પડી હતી. મૃતક ત્રણેય યુવાનની હાલ ઓળખ થઈ છે. આ યુવાનોના નામ ભમ્મરસિંહ, સુભાષ ડાવર અને રમેશ રાવત હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મળી છે કે જે બંધુનગર ખાતે સીરામીકમાં નોકરી કરતા હતા. હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!