એટ્રોસીટી દાખલ
દશ ભરવાડોના આરોપી તરીકે નામ
લોખંડના પાઈપ, તલવાર, ધોકા તથા હાથમાં પહેરવાના કડા વતી માર માર્યાની ફરિયાદ
વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામના અનુ. જાતિના ફરીયાદી રીક્ષામાં બેસી રાતીદેવરી જતા હતા ત્યારે આ કામના આરોપી નં(૧) નાએ ફરીયાદીને ૨સ્તામાં રીક્ષા ઉભી રખાવી ફરીયાદીને કહેલ કે ‘તને બોવ હવા છે. તું રાતીદેવરી ગામે હનુમાન મંદીર પાસે ભેરો થા તને જોઇ લવ’ તેમ કહી બાદ આરોપી નં. ૧ થી ૬ નાઓ બનાવના સમયે બનાવવાળી જગ્યાએ એક સંપ કરી પ્રાણધાતક હથીયાર ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી આ કામના ફરીયાદીને ગાળો આપી કુડલીવાળી તથા લાકડાના ધોકા વતી ફરીયાદીને માર મારી ઇજા કરી તેમજ ઇજા પામનાર ફરીયાદીના ભાઈ સાહેદને આરોપી નં. (૭) થી (૧૦) નાએ લોખંડના પાઈપ, તલવાર, ધોકા તથા હાથમાં પહેરવાના કડા વતી માર મારી સાહેદને ગંભીર ઇજા કરી ફરીયાદીને જાહેરમાં જાતિ પત્યે અપમાનીત કરી આ કામના આરોપીઓ મહે.જીલ્લા મેજી.સા. મોરબીના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ બાબતે ગુન્હો નોંધાયો છે….
બનાવની જાણવા મળતી વિગત મુજબ રાતીદેવરીના ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઇ ઉર્ફે વીપુલભાઇ વોરા (ઉ.વ.૨૪) એ ફરીયાદમાં લખાવેલ છે કે અમો બે ભાઇ અને એક બહેન છીએ, મોટોભાઇ દેવજી છે. ગઇ તા.૧૬/૦૭/૨૦૨૫ ના હું તથા મારો મિત્ર અજયભાઇ દેવશીભાઇ વોરા સી.એન.જી.રીક્ષામાં જડેશ્વર મંદીરથી પરત રાતીદેવરી આવતા હતા ત્યારે વડસર તળાવ પાસે અમારા ગામના ભગાભાઈ ધોધાભાઈ ભરવાડ તેની રીક્ષામાં છોકરીઓ બેસાડી નીકળેલ અને રીક્ષા ઉભી રખાવેલ, આ ભગાભાઈએ મને કહેલ કે ‘તને બોવ હવા છે. તું રાતીદેવરી ગામે હનુમાન મંદીર પાસે ભેરો થા તને જોઇ લવ’ 
બાદમાં હનુમાન મંદીર પાસે હું ઉભો રહેલ ત્યાં થોડીવારમાં અમારા ગામના આ રીક્ષાવાળા સહિત સાત ભરવાડ મોટર સાયકલમાં લાકડાના ધોકા તથા ફુડલીવાળી લાકડીઓ સાથે આવી જેમ ફાવે તેમ જ્ઞાતી વિષે અપશબ્દો બોલી અપમાનિત કરી લાકડીઓ મારવા લાગેલ, અને ત્યાં મારા મિત્ર અજયભાઇ વોરા, વસંતભાઇ રતીલાલ વોરા અને ચમનભાઈ રમેશભાઈ વોરા આવી ગયેલ. બાદમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં વાંકાનેર અને પછીથી રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે સારવાર માટે આવેલ હતો અને ત્યાં મને જાણવા મળેલ કે મારો ભાઈ દેવજી મારામારી કરનારના ઘરે બનાવ બાબતે 
નવી રાતીદેવરી પુછવા માટે જતો હતો ત્યારે નવી રાતીદેવરી ગામના અન્ય ભરવાડ તલવાર પાઇપ ધોકા જેવા હથીયાર અને હાથમાં પહેરેલ કડા વડે દેવજીને માર મારેલ તેને પણ રાજકોટ સારવારમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ. અને અહીંયા અમારા સંબંઘી જયસુખભાઈ ગોવિંદભાઇ વોરા, ચમનભાઈ રમેશભાઈ વોરા, વસંતભાઇ રતીલાલ વોરા, વિજયભાઇ પરસોતમભાઈ વોરા, ઠાકરશીભાઈ ગોવીદભાઇ વોરા તથા અજયભાઈ દેવશીભાઈ વોરા અહીં હાજર છે. તો આ મારા મારી કરનાર દસેય ઇસમ વિરૂધ્ધમા ધોરણસર થવા મારી ફરીયાદ છે. પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૩૫૨, ૧૯૧(૨), ૧૯૧(૩),૧૯૦, ૧૮૯(૨) તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર) (એસ), ૩(૨)(૫-એ) મુજબ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આરોપીઓના નામ આ મુજબ છે
(1) ભગાભાઈ ધોધાભાઇ ભરવાડ (2) ભુપતભાઈ વિભાભાઇ ભરવાડ (3) હીતેષભાઇ કરશનભાઇ ભરવાડ (4) પાંચાભાઇ છનાભાઇ ભરવાડ (5) જયેશભાઈ કરશનભાઈ ભરવાડ (6) અનીલભાઇ છનાભાઇ ભરવાડ (7) મેધાભાઈ વીરજીભાઇ ભરવાડ (8) જીલાભાઇ વીરજીભાઇ ભરવાડ (9) વિભાભાઇ હકાભાઈ ભરવાડ અને (10) છનાભાઈ ધારાભાઈ ભરવાડ રહે. બધા રાતીદેવરી…
