જમીનમાં ભાગ પાડવા-લોન લેવાની ના પાડતા બનેલ બનાવ
વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વૃદ્ધને દીકરા અને પૌત્રએ લોખંડના પાઇપ, ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.




અમરસર ગામે રહેતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચ મુસલમાન (65)એ તેના દીકરા મીરમામદ શેરમામદભાઈ બ્લોચ, નજૂરમામદ બલોચ અને પૌત્ર સલમાનભાઈ મીરમામદભાઈ બલોચ તથા પુત્રવધૂ અંજુમ નજુરમામદભાઈ બલોચ રહે. બધા અમરસરની સામે સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેઓની ખેતીની જમીનના ભાગ પાડવાની તેમજ ખેતીની જમીન ઉપર લોન લઈ દેવાની તેના દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ વાત કરી હતી જેથી ફરિયાદી ના પાડી હતી.
મીરમામદે લોખંડના પાઇપ વડે તેના પિતા શેરમામદભાઈને માર માર્યો હતો તેમજ નજુરમામદે સેન્ટીંગના લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને સલમાને ઢીકાપાટુનો માર અને અંજુમે આંખમાં મરચાની ભૂકી નાખી હતી. મારી નાખવાની ધમકી આપી હતી. ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના બે દીકરા, પૌત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.